________________
પ્રભુના ધૈર્યગુણની પ્રશંસા કરતાં કહ્યું - હે દેવો ! જુઓ, વર્તમાનમાં મનુષ્યલોકમાં વર્ધમાનકુમાર બાળ છતાં પ્રૌઢ પરાક્રમી છે. ઇન્દ્રાદિ દેવો પણ તેમને ડરાવવા અસમર્થ છે. પ્રભુની આ પ્રશંસા કોઈ એક અજ્ઞાની મિથ્યાત્વી દેવ સહી શક્યો નહિ, તેથી પ્રભુને ડરાવવા ત્યાં આવી બે ચપળ ભયંકર જીભ, સાંબેલા જેવી સ્થળ કાળી કાયા, ક્રૂર દષ્ટિ, ક્રોધથી વિશાળ ફણાટોપ, ઉપર તેજસ્વી મણિ, વગેરે રૂપવાળો સાપ બન્યો. તેને જોતાં જ બધા કુમારો ભયભીત થઈને નાઠા, પણ વર્ધમાનકુમારે નિર્ભયતાથી ત્યાં જઈ તેને હાથમાં પકડીને દૂર મુકી દીધો. ફરી બધા કુમારો ત્યાં આવ્યા. તે દેવ પણ બાળકનું રૂપ લઈ ભેગો મળી ગયો. પછી ગેડીદડાની રમત શરુ થઈ. તેમાં એવી હોડ હતી કે-જે હારે તે જીતનારને ખભે ઉપાડે. પેલા કપટીદેવે ક્ષણ પછી કહ્યું કે હું હાર્યો અને વર્ધમાનકુમાર જીત્યા.” પછી તે પ્રભુને ખભે બેસાડી પોતે સાત તાડ જેટલો ઊંચો થયો. અવધિજ્ઞાનથી તેનું સ્વરૂપ જાણી પ્રભુએ વજકઠોર હાથની મુઠી તેને મારી. એ પ્રહારથી અત્યન્ત પીડા થવાથી એ દેવે મશકની જેમ શરીર સંકોચી લીધું. પછી ઇન્દ્રની પ્રશંસાને સત્ય માની, પ્રત્યક્ષ થઈ સૌની સમક્ષ સાચી વાત બતાવી અને પ્રભુને વારંવાર ખમાવી ક્ષમા માંગી એ દેવ દેવલોકમાં ગયો. ત્યારે સંતોષ પામેલા શક્કે ભગવાનનું ‘મહાવીર’ એવું નામ પાડ્યું.
શસ્ત્રોથી શત્રને જીતે એ વીર ગણાતો હોય, તો જે ઉપસર્ગ અને ક્રોધાદિને જીતે એ મહાવીર છે.
પ્રભુ આઠ વર્ષના થયા, ત્યારે માતા-પિતા પુત્રને મોહથી ઘણા મૂલ્યવાન અલંકારો પહેરાવી મહોત્સવપૂર્વક નિશાળે ભણાવવા લઈ ગયાં. અતિ હરખવાળાં માતા-પિતાએ પહેલા નિશાળે બેસવાનું મુહર્ત જોવડાવ્યું. પછી ઘણું ધન ખરચી મહાપુરુષને શોભે તેવો મોટો મહોત્સવ કર્યો. ઉત્તમ વસ્ત્ર-અલંકારઆદિથી સ્વજનાદિનો સત્કાર કર્યો, પંડિતને યોગ્ય વિવિધ વસ્ત્રો, અલંકારો તથા શ્રીફળ વગેરે ફળો અને બીજા વિદ્યાર્થીઓને આપવા સોપારી, શિંગોડાં, ખજૂર, સાકર, ખાંડ, ચારોળી, પિસ્તાં, દ્રાક્ષ વગેરે વિવિધ સેવા, મીઠાં ભોજન તથા વસ્ત્રો તૈયાર કરાવ્યાં. લેખનની રત્નની સુંદર પાટી-પોઠી ખડિયા વગેરે સામગ્રી તૈયાર કરાવી.
| ૧૫૪
dan Education tema anal
For Private & Personal Use Only
www.
brary