________________
ક્યા.
(૫)
१०८. समणे भगवं महावीरे कासवगुत्ते णं, तस्स णं तओ नामधिज्जा एवमाहिनंति, तं जहा - अम्मापिउसंतिए वद्धमाणे (१), सहसमुइयाए सम (૨), અયત્ને ભયમેજવાળ, વરીસોવસાળું, અંતિત્ત્વમે, પશ્ચિમાળ પાન, થીમ, અરરસહે, વિણ, વીરિયસંપન્ને વેવેર્દિ સે ામં યં ‘સમળે માય મહાવીરે’ (૩)/૧૦૮
સૂત્ર ૧૦૮) શ્રમણ પ્રભુ શ્રીમહાવીરદેવ કાશ્યપ ગોત્રી હતા. તેમનાં ત્રણ નામો પ્રસિદ્ધ છે. એક માતા-પિતાએ આપેલું ‘વર્ધમાન’. બીજું તેમનામાં સહજ રહેલી તપઆદિની અતુલ શક્તિથી પડેલું નામ ‘શ્રમણ’ અને ત્રીજું દેવોએ આપેલું નામ શ્રમણ ભગવાન મહાવીર.
પ્રભુ જન્મથી અતુલ બળી હતા. ભયોથી અને સિંહ, સર્પ વગેરેના ભૈરવથી પણ સદા નિર્ભય અને ધીર હતા. ભૂખ, તૃષા વગેરે બાવીશ પરીષહો અને દેવો, તિર્યંચો વગેરેથી કરાતા સોળ પ્રકારના ઉપસર્ગોને અસામર્થ્યની લાચારીથી નહીં, પણ સમર્થ હોવા છતાં ક્ષમાથી સહી લેતા હતા. ‘એકરાત્રિકી પ્રતિમા’ વગેરે ઘોર અભિગ્રહોનું સત્ત્વથી પાલન કરતા હતા. તથા ત્રણ જ્ઞાનથી યુક્ત હોવાથી જ રતિ-અરતિના પ્રસંગોમાં પણ હર્ષ-વિષાદથી મુક્ત રહેતા હતા. આ રીતે રાગ-દ્વેષના વિજેતા અને મહા પરાક્રમી હોવાથી પ્રભુનું દેવોએ પ્રસંગ પામીને ‘મહાવીર’ નામ સ્થાપ્યું. તે અંગે વૃદ્ધવાદ એવો છે કે-બીજના ચન્દ્રની જેમ અને મેરુમાં ઉગેલા કલ્પવૃક્ષના અંકુરાની જેમ સુખ-શાતાથી વૃદ્ધિ પામતા પ્રભુ ચન્દ્રસમ પ્રસન્ન મુખ, હાથી જેવી ગમ્ભીર ચાલ, લાલ હોઠ, સફેદ દંતપંક્તિ, શ્યામ કેશ, કમળસમા કોમળ હાથ, સુગંધી શ્વાસ, સુવર્ણ સમાન તેજસ્વી વર્ણ, નિર્મળ દેહ વગેરે સૌંદર્યવાળા હોવાથી તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિપુલ અવધિજ્ઞાન, ઘણા પૂર્વભવોનું સ્મરણ, આરોગ્ય, બુદ્ધિ, કાન્તિ, ધૈર્ય વગેરે ગુણોથી જગતમાં તિલકસમાન બન્યા હતા. એકદા વૈરાગી પ્રભુ રમતવગેરેની ઉત્સુકતા ન હોવા છતાં સરખી વયના અન્ય કુમારોના આગ્રહથી તેઓની સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. ત્યાં તેઓ ઝાડ ઉપર ચઢવા-ઉતરવાની રમત રમવા લાગ્યા. તે સમયે ઇન્દ્રે દેવોની સભામાં
For Private & Personal Use Only
Jain Education International
૧૫૩
www.janelibrary.org