SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યા. I. સતત વૃદ્ધિ પામી રહ્યા છીએ. તેથી અમે સંકલ્પ કર્યો છે- જ્યારે આ પુત્રનો જન્મ થશે, ત્યારે અમે તેનું ગુણોને અનુસરતું યથાર્થ ‘વર્ધમાન’ નામ પાડીશું. આજે || અમારા એમનોરથ ફળ્યા છે, તેથી કુમારનું નામ વર્ધમાન થાઓ!'-એમ કહી સૌની સમક્ષ પ્રભુનું વર્ધમાન' નામ સ્થાપન કર્યું. (જે જીવે પૂર્વભવમાં ક્રૂરતા, કપટ વગેરે કર્યા હોય અને ધર્મદ્રવ્યના ભક્ષણઆદિ કર્યા હોય, તે પછી જ્યારે મનુષ્યતરીકે જન્મે, ત્યારે તેના દૌર્ભાગ્યકર્મના ઉદયથી એ ઘરની લક્ષ્મી નાશ પામે, માતા-પિતાવગેરે જલ્દી મરી જાય, ઘરની મિલકતવગેરે નાશ પામે. જરાસંઘની પુત્રી જીવયશામાટે આગાહી હતી કે એ એના પિતૃકુલ અને પતિકુળની નાશક બનશે. સંકાશ શ્રાવકે પૂર્વે દેવદ્રવ્યભક્ષણ કરેલું. તો છેલ્લા ભવમાં ભયંકર દૌર્ભાગ્યથી ધનનાશ, માતા-પિતાના મોત, ગામમાં દુકાળ, શેઠ દેવાળું ફૂકે વગેરે થયું. આ સામે કરૂણાવાળા, દાનપ્રિય, ધર્મદ્રવ્યરક્ષક, ત્યાગી વગેરેના જન્મ માત્રથી બધું જ વધતું જાય... અરે દુકાળનો નાશ થાય. પ્રભુના પાવન પગલે બધા જ પ્રકારની વૃદ્ધિઓ થઈ. દરેક તીર્થંકરના નામ પાછળ અસ્ય રહેલા છે. મરુદેવીમાતાએ પ્રથમ સપનામાં ઋષભ જોયો, માટે ઋષભદેવનું નામ ઋષભકુમાર પડ્યું. શાંતિનાથ ભગવાનના ગર્ભમાં આવવામાત્રથી રાજ્યમાં થતાં અનેક ઉપદ્રવો શાંત થયા. માટે તેમનું નામ શાંતિકુમાર પડ્યું. આજ-કાલ ઘણા નવા-નવા નામોની ફેશનમાં સાવ અર્થવગરના નામ પાડવાની ફેશન ચાલી છે. એક નાના છોકરાને એનું નામ પૂછ્યું. એણે કહ્યું- ગરપિ. આ ‘ગપ્પીકહે છે એમ સમજી પૂછયું- “શું ગપ્પી?” “ના! ગરપિ’.... એને પૂછયું - આનો શું અર્થ? એ કહે- ‘ગરપિ’ એટલે હું આ મારું નામ છે, એ જ એનો અર્થ. એના પિતાજીને પૂછ્યું - આ ‘ગરપિ' નો અર્થ શું? એના પિતાએ હસીને કહ્યુ - પુત્રની કુંભરાશિ છે, એ રાશિના અક્ષરોમાં ઘણું શોધવા છતાં કોઈ સાદુ છતાં અનોખું નામ જડ્યું નહીં. તેથી પછી મારું નામ ગજેન્દ્ર. મારી પત્નીનું નામ રમીલા. અને સરનેમ અટક પિઠડીયા છે. આ ત્રણેનાપ્રથમાક્ષરો લઈનામ બનાવી દીધું-“ગરપિ.’ સાદુ અને અનોખું! નામ પાડવાની આ નવી ટેકનીક! પછી એમાં અર્થ જોવાની તસ્દી લેવાની નહીં. આમેય સાર્થક નામો પણ એ વ્યક્તિને પામી અનર્થક થઈ જતા હોય છે. હસમુખનો. ચહેરો જ રડમસ હોય, શાંતિભાઈ જ અશાંતિ કરતાં હોય, લક્ષ્મીબેન ભીખ માંગતા હોય, ત્યારે ‘ગરપિ' નામ જ શોભે! જેને કૃતમાં કોઈ રસ નથી ને જીવનમાં કોઈ કસ નથી, એને સારા નામનો કોઈ અર્થ નથી.) ૧૫ર Gain Education Interational For Private & Fersonal Use Only www brary
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy