________________
જુદા રંગવાળી અને સિંહ વગેરેના ચિત્રવાળી ધજા-પતાકાઓથી નગરને શણગારો. ગોશીર્ષ લાલ ચંદનવગેરેના થાપા ઠેર ઠેર થપાવો. ઠેર ઠેર ચંદન કલશ સ્થાપો. તથા દ્વારે દ્વારે ચંદન કલશયુક્ત તોરણો બંધાવો તથા ઉપરથી છેક નીચે સુધી અડે એવી ફુલમાળાઓથી નગરને શણગારો તથા ઠેર ઠેર પાંચેયવર્ણના સુગંધી ફૂલોના ઢગલાઓ કરો અને કલાગુરુ વગેરે ગંધદ્રવ્યોની સુગંધથી સમગ્ર નગરને મનોહર બનાવો. તથા સુગંધી ચૂર્ણોથી વાસિત કરો. તથા નાચનારા, ખેલ કરનારા મલો, મુઠી યુદ્ધના નિષ્ણાતો, વિદૂષકો, કુદકા મારનારાઓ, કથાકારો, મંગલશ્લોક પાઠકો, રાસડા લેનારાઓ, વાંસપર ખેલ કરનારાઓ, ચિત્રકારો, તાલ દેનારાઓ, વીણા, વાંસળી વગેરે વિવિધ વાજિંત્રો વગાડનારાથી નગરને ઉત્સવમય બનાવી દો. પછી હળ-ગાડાં ચલાવવાં, ખાંડવું, દળવું, વગેરે પ્રવૃત્તિઓ બંધ કરાવો. એમ નગરને મહોત્સવમય કરાવી મારી આજ્ઞા મને પાછી આપો. તેઓએ રાજાની આજ્ઞા મુજબ સહર્ષ સવાયું કરાવ્યું. પછી સિદ્ધાર્થ રાજા વ્યાયામશાળામાં કસરત વગેરે કરી તથા તેલમર્દન વગેરે કરાવી સ્નાનમંડપમાં સ્નાન કરી, પૂર્વે જણાવ્યા પ્રમાણે ચન્દનાદિનું વિલેપન કરી, વસ્ત્ર, અલંકાર વગેરે પહેરી સ% થયા વગેરે પૂર્વવત્ સમજવું. પછી મોટી ઋદ્ધિ, ધૃતિ, સેના, વાહન, વાજિંત્રો, ઉત્કૃષ્ટ સામગ્રીઓ વગેરેથી પરિવરેલા શ્રી સિદ્ધાર્થ રાજાએ દશ દિવસનો મોટો મહોત્સવ કરાવ્યો.
વળી સિદ્ધાર્થ રાજાએ રાજ્યનાં સર્વ દાણ-કર માફ કર્યા. બધાના ઋણ પોતે ચૂકાવી સમગ્ર નગરને ઋણમુક્ત કર્યું, જેને જે જોઈએ તે વિના મૂલ્ય લેવાદેવાની ને તેની કિંમત ભંડારમાંથી આપવાની આજ્ઞા કરી, રાજ્યના દંડ માફ કર્યા અને રાજપુરુષોનો ત્રાસ અટકાવી પ્રજાને નિર્ભય કરી.
(શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે – પ્રભુ મહાવીરનાં માતા-પિતા શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનનાં શ્રાવક હતાં.) વળી તેમણે આ દશ દિવસોમાં સેંકડો, હજારો, લાખો સ્થળે શ્રી જિનપૂજા-ભક્તિ કરી અને બીજાઓ દ્વારા કરાવી. આવેલાં લાખો વધામણાં લીધાં તથા સેવકો દ્વારા લેવરાવ્યાં. એ જ પ્રમાણે પહેરામણી વગેરે રૂપે દાન દીધાં તથા સેવકો દ્વારા દેવરાવ્યાં.
I ૧૪૯ www. brary
can Education intematonal
For Private & Fersonal Use Only