________________
- ९८.जंरणिं च णं समणे भगवं महावीरे जाए तं रयणिं च णं बहवे वेसमण-कुंडधारिणो तिरिय-जंभगा देवा सिद्धत्थराय-भवणंसि हिरण्णवासंच, सुवण्णवासं च, वयरवासं च, वत्थवासं च, आभरणवासं च, पत्तवासं च, पुप्फवासं च, फलवासं च, बीयवासं च, मल्लवासं च, गंधवासं च, चुण्णवासं च, वण्णवासंच, वसुहारवासं च वासिंसु ॥९८॥
વિવિધ નાટકો કર્યા. પછી રત્નના પાટલા ઉપર રજતના અક્ષતથી અષ્ટમંગલની રચના કરી અને પ્રભુની સામે ચૈત્યવન્દન મુદ્રાએ બેસી કાવ્યના વિવિધ ગુણોથી ભરેલાં એક સો આઠ કાવ્યો રચી પ્રભુની સ્તવના કરી.
પછી સૌધર્મઇન્દ્રપ્રભુને લઈ ત્રિશલામાતા પાસે આવ્યા. પ્રભુને માતાની પાસે પધરાવી, પોતે દેવીશક્તિથી મુકેલું પ્રતિબિમ્બ અને અવસ્થાપિની વિદ્યા કરી લીધા. પછી બેકુંડળો અને રેશમી બે વસ્ત્રોની જોડી ઓશિકે મુકી, પુષ્પ તથા રત્નની માળાથી યુક્ત એક સુવર્ણનો દડો પ્રભુ આગળ મુક્યો, બત્રીસ કરોડ સોનૈયાની વૃષ્ટિ કરી, અને આભિયોગિક દેવો દ્વારા ઉદ્ઘોષણા કરાવી -પ્રભુનું કે પ્રભુની માતાનું જે કોઈ જરા પણ અશુભ ચિંતવશે, તેના મસ્તકના સાત ટૂકડા થશે. પછી ઇન્દ્ર પ્રભુના હાથના અંગુઠામાં અમૃતનો સંચાર કર્યો, કારણ કે-દરેક પ્રભુતે અમૃતપાન કરે, પણ માતાનું સ્તનપાન ન કરે. પછી દેવો નન્દીશ્વર દીપપર ગયા અને ત્યાં અઠાઈ મહોત્સવ કરી જેમ આવ્યા હતા, તેમ સ્વ-સ્વસ્થાને પાછા ગયા.
સૂત્ર ૯૮) આ બાજુ પ્રભુનો જન્મ થયો તે રાત્રે કુબેરની આજ્ઞાથી તિર્યજjભક દેવોએ સિદ્ધાર્થ રાજાના ભવનમાં સોનાની, રૂપાની, હીરાની, વસ્ત્રોની, આભરણોની, ધાન્યોની, પુષ્પ-પત્રોની, ફળોની, સુગંધી ચૂર્ણોની, વગેરે વિવિધ ઉત્તમ વસ્તુઓની ઘણી મોટી વૃષ્ટિ કરી.
૧૪૬
Gain Education Hematonal
For Private & Personal Use Only
www
baryo