________________
ક્યા.
(૫)
વિચલ થયો, પૃથ્વી કમ્પી ઉઠી અને પર્વતોનાં શિખરો પડવા લાગ્યાં તથા સમુદ્રો ખળભળ્યા. તેથી જાણે બ્રહ્માંડસ્ફોટ થયો હોય, તેવો અવાજ થયો. તે સાંભળી કોઈ દુષ્ટ દેવે આમ કર્યું હશે, એમ માની ઇન્દ્ર ક્રોધે ભરાયા, પણ અવધિજ્ઞાનથી મારો સંશય ટાળવા અને આશાતનાથી બચાવવા પ્રભુએ મેરુ પર્વતને ડોળાવ્યો છે. એમ જાણીને પ્રભુને ખમાવ્યા. મેરુપર્વત પણ જાણે ‘આજ પૂર્વે સંખ્યાતીત તીર્થંકરોમાં કોઈએ મને ચરણથી સ્પર્શ ન કર્યો અને આ પ્રભુએ કર્યો,’ એમ આનંદથી નાચતો હોય તેમ કલ્પ્યો.
પછી અચ્યુતેંદ્રથી આરંભી ચંદ્ર-સૂર્ય સુધીના બધા ઇંદ્રો વગેરેએ પ્રભુનો અભિષેક કર્યો. (કુલ એક કરોડ સાઠ લાખ અભિષેક આ પ્રમાણે થયા-આઠ જાતિના આઠ હજાર કળશોથી આઠ આઠ વાર કર્યા, તેથી એક અભિષેકમાં ચોસઠ હજાર કળશો થયા. એવા અઢીસો અભિષેક આ પ્રમાણે થયા ચન્દ્ર-સૂર્ય વિના ઇન્દ્રોના ૬૨, અઢીદ્વીપના ચન્દ્ર-સૂર્યના ૬૬૬૬ મળી ૧૩૨, સામાનિક દેવોનો ૧, તેત્રીશ ત્રાયસ્ત્રિશત દેવોના ૩૩, ત્રણ પાર્ષદિક દેવોના ૩, આત્મરક્ષક દેવોનો ૧, ચાર લોકપાલના ૪, સાત સેનાધિપતિઓના ૭, પ્રકીર્ણક દેવોનો ૧, ઇન્દ્રાણીઓના ૫, અને આભિયોગિક દેવોનો ૧ – એમ કુલ ૨૫૦ x ૬૪૦૦૦ = ૧૬૦૦૦૦૦૦ અભિષેક થયા.)
છેલ્લે સૌધર્મ ઇન્દ્રે પ્રભુને ઈશાનેન્દ્રના ખોળામાં પધરાવ્યા અને પોતે બળદના ચાર રૂપો કરી આઠ શિંગડાઓથી હર્ષોલ્લાસસાથે અભિષેક કર્યો (ઇંદ્ર જાણે પ્રભુને કહેવા માંગતા હતા કે આપ જે વિષયાદિને જીતી ત્રણ લોકના નાથ બન્યા છો, એ વિષયોએ અમને એવા ગુલામ બનાવ્યા છે કે અમે પશુ જેવા છીએ... હવે આપ અમારો ઉદ્ધાર કરો.) ખરેખર ! દેવોને વિબુધ કહ્યા છે તે સત્ય છે, કારણ કે–તેઓએ સ્નાત્ર પ્રભુનું કર્યું અને પાપો પોતાનાં ધોયાં. એમ પ્રભુનો જન્માભિષેક કરી દેવો કર્મમેળને દૂર કરી કૃતાર્થ થયા.
Jain Education International
પછી ગન્ધકાષાય્ય વસ્ત્રથી પ્રભુનું અંગ લૂછી ચન્દનાદિથી વિલેપન કરી પુષ્પાદિથી પૂજા કરી આરતિ તથા મંગલ દીવો કરી ગીત, નૃત્ય, વાજિંત્ર વગેરેથી
For Private & Personal Use Only
૧૪૫
WWWBTellbk<ITY 5|D