________________
દિ8
કાળજી લેતા હોય છે.) પછી ઇન્દ્ર બે હાથના સમ્પટમાં પ્રભુને લઈ બધા હાવા પોતે જ લેવા પાંચ રૂપો કર્યા. એક રૂપે પ્રભુને લીધા, બે રૂપે ચામર વિઝવા લાગ્યા, એક રૂપે છત્ર ધર્યું અને એક રૂપે વજ લઈ આગળ ચાલ્યા. ઇન્દ્ર પ્રભુને લઈ મેરુપર્વતના શિખરે પાંડુક વનમાં આવ્યા. ત્યાં મેચૂલાની દક્ષિણ દિશામાં ‘અતિપાંડુકમ્બલ’ નામની શીલા ઉપર પ્રભુને ખોળામાં પધરાવી બેઠા. ત્યારે બાકીના ત્રેસઠ ઇંદ્રો પણ ત્યાં આવ્યા. દશ વૈમાનિક, વીશ ભવનપતિ, બત્રીશ વ્યન્તરના અને બે જ્યોતિષ્કના એમ ચોસઠ ઇન્દ્રો આવ્યા. પછી આ પ્રમાણે સામગ્રી તૈયાર કરાવી.....
સોનાના, ચાંદીના, રત્નના, સોનું અને રત્નના, ચાંદી અને રત્નના તથા સોનું, ચાંદી અને રત્નના મિશ્રણવાળા તથા માટીના-એમ આઠ જાતિના પચીશ યોજન ઊંચા, બાર યોજન પહોળા અને એક યોજનાના મુખવાળા પ્રત્યેક એક હજાર ને આઠ કળશો બનાવરાવ્યા. એ પ્રમાણે દર્પણ, રત્નકરંડક, સુપ્રતિષ્ઠક, થાલા, કટોરિઓ, પુષ્પગંગેરીઓ વગેરે પણ કળશની જેમ આઠ જાતિનાં પ્રત્યેક એક હજાર આઠકરાવ્યાં-એમ સમજવું. પછી બારમાદેવલોકના ઇંદ્ર-અય્ય આભિયોગિક દેવોપાસે માગધવગેરે તીર્થોની માટી, ક્ષીરોદધિ-ગંગા નદી વગેરેનાં જળ, પદ્ધહમાંથી પણ જળ અને પદ્મકમળો તથા લઘુહિમવંત વગેરે વર્ષધર પર્વતો, વૈતાઢ્યો, વિજયો અને વક્ષસ્કારાદિ પર્વતોમાંથી સફેદ સરસવ, ફૂલો, ગન્ધો અને સર્વોષધિઓ વગેરે સામગ્રી મંગાવી.
અભિષેક માટે કળશો ઉપાડી હદય સુધી લાવેલા એ દેવો શીધ્ર સંસારસમુદ્ર તરવા માટે જાણે ઘડાઓ પકડ્યા હોય, તેવા દેખાયા. અભિષેક કરતી વખતે જાણે ભાવરૂપી વૃક્ષને સિંચતા હોય અથવા પોતાના કર્મમેલને ધોતા હોય કે ધર્મપ્રાસાદે કળશ સ્થાપતા હોય, તેવા દેખાયા.
તે વખતે સૌધર્મેન્દ્રને સંશય થયો કે-આવા બાળ પ્રભુ આ મોટા અભિષેકોને શી રીતે સહન કરશે?”-પ્રભુએ ઇંદ્રનો આ સંશય અવધિજ્ઞાનથી જાણી ઇન્દ્રના સંશયને ટાળવા અને અનંત શક્તિના ધણી અરિહંતોની આશાતનાથી બચાવવા ડાબા પગના અંગુઠાથી મેરુને એવો સ્પર્શ કર્યો કે-મેરુ બધી બાજુથી ચલ- | ૧૪૪
dan Education Interational
For Private & Fersonal Use Only
www.
library