________________
હ્યા.
(૫)
દેવે ‘પ્રભુના જન્મમહોત્સવમાટે બધા દેવો મેરુપર્વતપર પધારો' એવો ઇન્દ્રનો આદેશ સંભળાવ્યો. ઇન્દ્રની આજ્ઞાથી આનંદ પામેલા દેવો જન્મમહોત્સવમાં આવવા તૈયાર થયા. ઇન્દ્ર પણ પાલક નામના દેવપાસે પાલક નામનું એક લાખ યોજનનું વિમાન તૈયાર કરાવી તેમાં વચ્ચે બેઠા. પછી પોતાની આગળ અગ્રમહિષીઓનાં આઠ, ડાબી બીજુ સામાનિક દેવોનાં ચોરાશી હજાર, જમણી બાજુ અભ્યન્તર પર્ષદાના દેવોનાં બાર હજાર, મધ્યમ પર્ષદાના દેવોનાં ચૌદ હજાર અને બાહ્ય પર્ષદાના દેવોનાં સોળ હજાર મળી કુળ બેતાલીશ હજાર, પાછળ સાત સેનાપતિઓનાં સાત અને ચારેય દિશામાં આત્મરક્ષક દેવોનાં ચોરાશી ચોરાશી હજાર–એમ દરેકના ભદ્રાસનો મુકાવ્યા. તે–તે દેવો પોતપોતાના તે-તે સ્થાને બેઠા. એ સિવાય બીજા પણ ઘણા દેવોથી ગુણગાન કરાતા ઇન્દ્ર મોટા પરિવાર સાથે ચાલ્યા. તેમાં કેટલાક દેવો ઇન્દ્રની આજ્ઞાથી, કેટલાક મિત્રના આગ્રહથી, કેટલાક દેવીઓની પ્રેરણાથી, કેટલાક પોતાના ભાવથી, કેટલાક કૌતુક જોવા, તો કેટલાક ઇન્દ્રની ભક્તિથી ચાલ્યા. વિવિધ વાહનો ઉપર બેસીને આવતા દેવોથી તે વેળા આકાશ પણ સાંકડું અને વાજિંત્ર વગેરેના નાદથી શબ્દમય બની ગયું. આનંદમાં આવેલા તે દેવો બીજાને પાછળ પાડી આગળ વધવા પ્રયત્નો કરવા માંડ્યા... અને પ્રમોદથી જાતજાતની વાતો કરતાં આગળ વધવા લાગ્યા. વળી કેટલાક પર્વના દિવસો સાંકડા
હોય, ઇત્યાદિ બોલી બીજાઓને સલાહ આપવા માંડ્યા... આ રીતે આવતા તેઓ મેરુપર્વતપર આવ્યા. ત્યાં મોટો સમુદાય મળ્યો.
શક્રેન્દ્રે નંદીશ્વરદ્વીપપર પોતાનું પાલક વિમાન નાનું બનાવ્યું. પછી ઇંદ્ર પોતે ભગવાનના જન્મગૃહમાં આવ્યા. ત્યાં પ્રભુને અને પ્રભુમાતાને ત્રણ પ્રદક્ષિણા કરી અને વન્દન તથા નમસ્કાર કરી બોલ્યા –‘હે રત્નકુક્ષિધારિણી ! હે જગતની દીપિકા ! હું શક્ર નામે દેવેન્દ્ર છું. પ્રથમ દેવલોકથી આવ્યો છું. ચરમ તીર્થપતિ એવા પ્રભુનો હું જન્મમહોત્સવ કરીશ. તમે મારાથી ડરશો નહિ.’–એમ કહી અવસ્વાપિની વિદ્યાથી માતાને નિદ્રાધીન કર્યા અને પ્રભુનું એક પ્રતિબિમ્બ બનાવી તેમની પાસે પધરાવ્યું. (જેથી માતાને તરત જન્મેલા પ્રભુના વિઋનું દુઃખ ન થાય, અને ઉંઘ ઊડી જાય, તો પણ અકળાઈ ન જાય. મહાપુરુષો સારા કાર્યવખતે પણ બીજાને દુઃખ ન થાય, એની
For Private & Personal Use Only
Jain Education International
૧૪૩ www.jainelibrary.org