SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને શીતા,-એ આઠ પવન નાખવા હાથમાં વીઝણા લઈ પ્રભુ આગળ ઊભી રહી. ઉત્તર રુચકપર્વતથી આવેલી અલબુસા, મિતકેશી, પુણ્ડરીકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને હી-એ આઠ પ્રભુને ચામરો વીંઝતી ઊભી રહી. રુચકપર્વતની ચાર વિદિશાએ રહેનારી ચિત્રા, ચિત્રકનકા, શતેરા અને વસુદામિની-એ ચાર આવીને હાથમાં દીપક લઈ ચાર વિદિશાએ ઊભી રહી. રુચકદ્રીપથી રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી-એ ચાર આવી અને તેઓએ ચાર અંગુલથી ગર્ભનું નાલ છેદી ખાડો ખોદી તેમાં પધરાવ્યું. પછી તે ખાડો પૂરી તેના ઉપરવૈડુર્યરત્નોની પીઠિકા રચી. તે પછી જન્મઘરથી પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશામાં કેળના ત્રણ મંડપો કર્યા. તેમાંના દક્ષિણ દિશાના મંડપમાં તેઓએ પ્રભુને અને પ્રભુની માતાને લાવી બન્નેને માલીશ કર્યું. ત્યાંથી પૂર્વમંડપમાં લાવી ત્યાં બન્નેને સ્નાન કરાવી અને ચન્દનાદિ વિલેપન કરી ઉત્તમ વસ્ત્રો અને અલંકાર પહેરાવ્યાં. ત્યાંથી ઉત્તર દિશાના મંડપમાં લાવી પવિત્ર અગ્નિ પ્રગટાવી, તેમાં ચન્દનના લાકડા હોમી રક્ષાપોટલીઓ બનાવી બન્નેના હાથે બાંધી પછી ‘તમે પર્વત જેટલા દીર્ધાયુષી થાઓ’-એમ આશીર્વાદ દઈ મંગલમાટે બે ગોળ પથ્થરો અથડાવી પ્રભુ અને પ્રભુની માતાને ફરીથી જન્મગૃહમાં લાવી પોત પોતાની દિશામાં ઊભી રહી ગીત ગાવા લાગી. - આ પ્રત્યેક દિક્કમારીઓ સામાન્ય કે તુચ્છ કોટિની દેવીઓ નથી, તે બતાવવા કહે છે- તેઓ ચાર હજાર સામાનિકો, ચાર મહત્તરાઓ, સોળ હજાર અંગરક્ષકો, સાત સૈન્યો અને સાત સેનાપતિઓ તથા બીજા પણ અનેક મહર્દિક દેવો વગેરે પોત પોતાના પરિવાર સાથે આભિયોગિક દેવોએ રચેલા એક યોજનના વિમાનમાં બેસી અહીં આવી પોત પોતાના આચાર પ્રમાણે સુતિકર્મ કરી પાછી સ્વસ્થાને ગઈ. તે પછી તરત. શકેન્દ્રનું સિંહાસન કમ્યું. ત્યારે ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મુકી પ્રભુનો જન્મ જાણ્યો. ત્યારે અત્યંત આનંદમાં આવી ઇન્દ્ર હરિશૈગમેષ દેવ પાસે એક યોજન મોટી સુઘોષા નામની ઘંટાનો ઘંટનાદ કરાવ્યો. ત્યારે દિવ્યપ્રભાવથી બધા વિમાનોમાં રહેલા ઘંટ વાગવા માંડ્યા. આથી સાવધ થયેલા દેવોને હરિગૈગમેષી [૧૪૨ dan Education Intematonal For Private & Personal Use Only www.elbaryo
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy