________________
વ્યા.
ચમત્કૃતિ છે. (૪) તમામ જીવો એકી સમયે સુખી હોય, તે સંસારની અનેક વિચિત્રતાઓ જોતાકદી નહી બનનારી વાત છે, પણ તે પ્રભુના જન્મના પ્રભાવે બને છે. સિદ્ધજીવો તો સદા સુખી જ છે, સંસારના પણ પ્રાયઃ બધા જીવો એ ક્ષણે સુખ અનુભવે છે, આમ સમસ્ત જીવસૃષ્ટિ એકક્ષણમાટે સુખ અનુભવે, એ પ્રભુની બધાને સુખી કરવાની ઉત્કૃષ્ટ ભાવનાના પોલા પડઘા સમાન જ છે ને! (૫) પોત પોતાનામાં મસ્ત ચોંસઠ ઇદ્રોને એક સ્થાને ભેગા કરવાનું પ્રથમ નિમિત્ત છે, પ્રભુનો જન્મ. આ એક અદ્ભુત ઘટના છે. શું એવી કલ્પના થઈ શકે કે ભગવાન જ્યારે જન્મે, તે ક્ષણે બીજું કોઈ બાળક જનમતું નહીં હોય- કેમ કે ભગવાનના જન્મવખતે કોઈ રોતું ન હોવું જોઈએ !! અલૌકિક હોય છે પ્રભુના જન્મની ઘટના.)
પ્રભુનો જન્મ જાણીને સ્વર્ગમાંથી ઉતરેલા અને મેરુપર્વત પર જતા દેવ-દેવીઓના હર્ષોલ્લાસમય શબ્દોથી તે રાત કોલાહલવાળી થઈ. તે વખતે છપ્પન્ન દિકુમારીઓનાં આસન કમ્યાં, તેથી તેઓએ અવધિજ્ઞાનથી પ્રભુનો જન્મ થયેલો જાણ્યો અને પ્રભુ જન્મનું સૂતિકર્મ કરવાનો પોતાનો આચાર સમજી પોતપોતાના પરિવાર સાથે પ્રભુના જન્મસ્થાને આવી.
તેમાં ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને અનિન્દિતા,-એઆઠ અધોલોકથી આવી, પ્રભુ અને પ્રભુમાતાને નમી અને પ્રભુના જન્મવરથી ઈશાન ખૂણે એક યોજન ભૂમિ સુધી સંવર્તક નામનો વાયુ વિકુર્તી તેટલી ભૂમિને કચરો વગેરે દૂર કરી શુદ્ધ કરી. ઉર્ધ્વલોકથી મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિણા અને બલાહકા આ આઠ દિકુમારીઓ આવી. તેઓએ પ્રભુ-પ્રભુમાતાને નમસ્કાર કરી ભૂમિ ઉપર હર્ષથી સુગંધી જળ છાંટી પુષ્પોના સમૂહ વેર્યા. પૂર્વદિશાના રુચક પર્વતથી આવેલી નન્દા, ઉત્તરાનંદા, આનન્દા, નન્દિવર્ધના, વિજયા, વૈજયન્તી, જયન્તી અને અપરાજિતા,-એ આઠ પ્રભુની સામે દર્પણ ધરીને ઊભી રહી. દક્ષિણચક પર્વતથી આવેલી સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુન્ધરા,-એ આઠ સ્નાન માટે પૂર્ણકળશો હાથમાં ધરી ગીત-ગાન કરતી પ્રભુ આગળ ઊભી રહી. પશ્ચિમ રુચક પર્વતથી આવેલી ઈલાદેવી,
૧૪૧ www brary
Gain Education Intematonal
For Private & Fersonal Use Only