________________
ત્યા.
ર
શ્રી શખશ્વર પાર્શ્વનાથાય નમઃ । સિદ્ધમ્ ।
વ્યાખ્યાન ૫મું
નવકાર + પુરિમચરિમાણ કપ્પો મંગલં વદ્વમાણતિર્થંમિ । ઇહ પરિકહિયા જિન ગણહરાઈ થેરાવલી ચરિત્તું I
९७. जं रयणिं च णं समणे भगवं महावीरे जाए सा णं रयणी बहूहिं देवेहिं देवीहि य ओवयंतेहिं उप्पयंतेहि य उप्पिंजलमाणभूआ कहक
કુત્ચા ||૧||
સૂત્ર ૯૭) પ્રભુ જનમ્યા તે વખતે નારકી અને સ્થાવર જીવોએ પણ ક્ષણવાર સુખનો અનુભવ કર્યો, ત્રણેય ભુવનમાં ઉદ્યોત થયો, અચેતન પણ દિશાઓને હર્ષ થયો હોય તેમ પ્રસન્ન થઈ, પૃથ્વીએ પણ જાણે સંતોષનો શ્વાસ લીધો, સ્વર્ગમાં દુદુભિઓ વાગી અને અનુકૂળ પવન મંદ મંદ વાવા લાગ્યો.
(મહાયોગના સામ્રાજ્યમાં જે ગર્ભથી ઉલ્લાસતા, ને જન્મતા ત્રણ લોકમાં મહાસૂર્યસમ પરકાશતા.
જે જન્મકલ્યાણકવડે સહુ જીવને સુખ અર્પતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું...
ભગવાનનો જન્મ અનેક વિશેષતા ધરાવે છે. (૧) જ્યોતિષની દૃષ્ટિથી સૂર્ય અને બુધ બંને એક સાથે ક્યારેય ઉચ્ચના થઈ શકતા નથી, પણ પ્રભુની જગતના તમામ જીવો પ્રત્યેની કરુણાના પ્રભાવે એમના જન્મવખતે આ ચમત્કાર થાય છે. (૨) નિરંતર અશાતા વેદનીયના ઉદયવાળા નરકના જીવોને ક્યારેય શાતાનો અનુભવ થતો નથી, પ્રભુના જન્મના પ્રભાવે ક્ષણભરમાટે શાતા અનુભવવા મળે છે. આ બીજી વિશેષતા. (૩) ઘોર અંધકારમય નરકમાં આવા કલ્યાણકના પ્રસંગે જ ક્ષણભરમાટે પ્રકાશ પથરાય, એ પ્રભુના સૌભાગ્યની ત્રીજી અદ્ભુત
For Private & Personal Use Only
Jain Education International
૧૪૦
www.jainelibrary.org