________________
નખવાળો, દોડવાથી ચંચળ, હસવાથી શ્યામ હોઠ-તાળુ-દાંત અને જીભવાળો, અતિ બોલવાથી વાચાલ, અતિ મોટા શબ્દ સાંભળવાથી બહેરો, ખણવાથી
અલિત અને પંખા વગેરેના વાયુના અતિ સેવનથી ઉન્મત્ત થાય છે. (આ બધું માતા કરે, તો તેના ફળરૂપે ગર્ભસ્થ બાળકને તે-તે થાય એમ સમજવું.) કુળવૃદ્ધાઓ પણ ત્રિશલાદેવીને વારંવાર શિખામણ આપે છે કે-ધીમે ચાલો, ધીમે બોલો, ક્રોધ ન કરો, પથ્ય સેવો, અધોવસ્ત્ર ઢીલું બાંધો, બહુનહસવું, ખુલ્લામાં ન ફરવું, નીચા પલંગ પર સૂવું અને બહાર ન જવું વગેરે.
ત્રિશલાદેવી પણ જેમ ગર્ભની રક્ષા-પુષ્ટિ થાય, તેમ યોગ્ય સમયે જમે છે, નિર્દોષ અને કોમળ શયન-આસનો વાપરે છે અને મન પ્રસન્ન રહે તેવી ભૂમિમાં હરે-ફરે છે. એમ ગર્ભપાલન કરતાં ત્રિશલાદેવીને એવા ઉત્તમ દોહદ પ્રગટ્યાકે-“અમારિ ની ઘોષણા કરાવું, દાન દઉં, સુગુરુઓની પૂજા કરું, તીર્થકરોની વિવિધ ભક્તિ કરું, શ્રીસફનું વાત્સલ્ય-પૂજન કરું, મોટા ધર્મમહોત્સવો મંડાવું; તથા રાજસિંહાસને બેસું, મારાપર છત્ર રાખવામાં આવે, મને ચામર વિંઝ, રાજાઓ મને નમન કરે, બધા મારી આજ્ઞા માને તથા હાથી ઉપર બેસીને લોકોના જય-જય ઘોષ સાથે મંગલ વાજિંત્રના મહા ધ્વનિ તથા ઉડતી ધ્વજાઓથી શોભતી મારી રઘસવારી થાય અને એ રીતે નીકળી હું ઉદ્યાનમાં પવિત્રક્રિીડાઓ કરી આનંદ માનું.
ત્રિશલાદેવીના એ બધા શુભ દોહલાઓ સિદ્ધાર્થ રાજાએ પૂર્ણ કર્યા. ત્રિશલાદેવીના બધા દોહદ પૂરવાથી હવે દોહદ શાન્ત થયા. પછી જ્યારે ગર્ભકાળ પૂરો થવા આવ્યો, ત્યારે ગર્ભના ભારથી ત્રિશલાદેવી શિથિલ બન્યા હોય તેમ બેસતાં, ઉઠતાં, શયન કરતાં અને ઊભા રહેતાં ટેકાનો આશ્રય લે છે, તથા નિદ્રા વિના પણ ઘણો કાળ શયન કરે છે. એમ તે બધી રીતે ગર્ભની રક્ષા કરે છે.
(અહીં એક ચતુર્ભગી સમજવા જેવી છે. (૧) વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી જ્યારે માતાના ગર્ભમાં આવે, ત્યારે એમાના પ્રભાવથી માતાને સારી-સારી ઇચ્છાઓ થાય. [૧૩૬
Gain Education remational
For Private & Fessoal Use Only
www
baryo