SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૯૫) પછી ત્રિશલાદેવીએ સ્નાન-પૂજા કરી, વિપ્નનાશક “કાજળનું ટીલું, દહીંનું ભક્ષણ’ વગેરે દ્રવ્યમાલરૂપ પ્રાયશ્ચિત કર્યા, પછી અલંકારો પહેરી વિભૂષા કરી અને સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગ્યાં. ગર્ભની રક્ષા માટે તેઓ અતિ શીત, ઉષ્ણ, કટુ, તીખા, ખાટા, ખારા કે ઘણા મીઠા-માદક તથા અતિ સૂકા-લૂખા પદાર્થો ભોજનમાં લેતાં નથી, પણ દરેક ઋતુમાં પથ્ય અને પોષક પદાર્થો લે છે. સામાન્યતયા વર્ષાઋતુમાં મીઠું (નમક), શરદમાં પાણી, હેમન્તમાં ગાયનું દૂધ, શિશિરમાં આમળાનો રસ, વસન્તમાં ઘી અને ગ્રીષ્મઋતુમાં ગોળ-એ અમૃતની જેમ પથ્ય કહ્યાં છે. વસ્ત્ર, સુગંધી ચૂર્ણ વગેરે પણ ગર્ભપોષક હોય તેવાં જ તે લે છે, કારણકે-અતિશીતલ આહાર વગેરે ગર્ભને હિતકર નથી. તેવાં અપથ્ય આહારમાંથી કોઈ વાયુને, કોઇ પિત્તને તો કોઇ કફને વધારે છે. વાગભટ્ટ કહે છે-વાયુકારક ભોજનાદિથી ગર્ભકુબડો, અશ્વ, જડ અને વામણો થાય; પિત્તજનક ભોજન લેવાથી ટાલીઓ અને પીતવર્ણવાળો થાય અને કફજનક ભોજન લેવાથી કોઢી તથા પાંડુરોગવાળો થાય. અતિ ખારું ખાવાથી નેત્રનું તેજ હણાય, અતિ શીત વાયુ કરે, અતિ ઉષ્ણ નિર્બળ કરે અને વિષયસેવનથી કે અતિ ઇચ્છાઓથી ગર્ભના પ્રાણ જાય. વળી મૈથુન સેવવાથી, લાંબા પ્રયાણથી, પ્રતિકૂળ વાહનોમાં મુસાફરી કરવાથી, ધક્કો લાગવાથી, પડી જવાથી, ભીડમાં કચડાવાથી, ઘણું દોડવાથી, અથડામણથી, વિષમ શયન-આસનથી, ઘણા ઉપવાસથી, એકી-બેકી રોકવાથી, અતિ લૂખું-કડવું-તીખું કે ઘણું ખાવાથી, ઘણા મોટા રોગથી, અતિ શોકથી, અતિ ખારા ખોરાકથી, અતિસારથી, વમન કે વિરેચનથી, હિંચકામાં ઘણું હિંચવાથી અને અજીર્ણ થવાથી પ્રાયઃ ગર્ભનાળથી છુટી જાય છે. તેથી ત્રિશલાદેવી એવું કંઇ કરતાં નથી, ગર્ભનું સુખપૂર્વક પોષણ થાય તેમ વર્તે છે અને રોગ, શોક, મૂછ, ભય, વ્યાયામ વગેરે પ્રતિકૂળતા રહિત પ્રસન્નતાથી રહે છે. વળી દિવસે ઉંઘવાથી ગર્ભ ઉઘણશીલ, આંખોને વારંવાર આંજવાથી અન્ધ, રોવાથી વિકારી દૃષ્ટિવાળો, ઘણા સ્નાન-વિલેપનથી દુરાચારી, તેલ ચોળવાથી કોઢી, નખ કાપવાથી ખરાબ I ૧૩૫ For Private & Pessoal Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy