SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ९६. ते णं काले णं ते णं समएणं समणे भगवं महावीरे जे से गिम्हाणं पढमे मासे, दुचे पक्खे, चित्तसुद्धे, तस्स णं चित्तसुद्धस्स तेरसीदिवसे णं, नवण्हं मासाणं बहुपडिपुण्णाणं, अट्ठमाणं राइंदियाणं विइकंताणं, उचट्ठाणगएसु गहेसु, पढमे चंदजोगे, सोमासु दिसासु, वितिमिरासु विसुद्धासु, जइएसु सव्वसउणेसु, पयाहिणाणुकूलंसि भूमिसप्पंसि मारुयंसि पवातंसि, निप्पण्ण-मेइणीयंसि कालंसि, पमुइय-पक्कीलिएसु जणवएसु, पुव्वरत्ता-वरत्तकालसमयंसि हत्थुत्तराहिं नक्खत्तेणं चंदेणं जोगमुवागएणं आरोग्गा आरोग्गं दारयं पयाया ॥१६॥ જેમકે આ ત્રિશલામાતાને. (૨) વિશિષ્ટ પાપાનુબંધી પુણ્યવાળા અથવા ભવિષ્યમાં વિશિષ્ટદુર્જન થવાવાળા જીવ ગર્ભમાં આવે, ત્યારે તેમના પ્રભાવથી માતાને અશુભ-ખરાબ ઇચ્છા થાય, જેમ કે ચલણા રાણીના ગર્ભમાં કોણિક આવ્યો, ત્યારે ચલણા રાણીને પ્રિયતમ પતિ શ્રેણિક રાજાના આંતરડાનું માંસ ખાવાની ઇચ્છા થઈ. (૩) જીવ સામાન્ય પુણ્યવાળો હોય, પણ જો એ પેટમાં આવે, ત્યારે માતા વિશિષ્ટ શુભસંકલ્પો, નવકારના જાપ વગેરે શુભ કાર્યો કરે, તો ગર્ભસ્થ જીવ ધર્મપ્રિય-સંસ્કારી થાય, વર્તમાનમાં એક સ્ત્રીએ ગર્ભ રહેતા નવકારજાપ વિશેષથી કર્યા અને સમેતશિખરતીર્થની યાત્રામાં પુત્રને દીક્ષા આપવાની ભાવના કરી.... એનો પુત્ર ખરેખર સંસ્કારી થયો અને નાની વયમાં દીક્ષા લીધી. (૪) જીવ સામાન્ય હોય, અને ગર્ભમાં આવ્યા પછી માતા ખરાબ સાંભળવાનું, જોવાનું, વાંચવાનું કે વિચારવાનું રાખે, તો એના પ્રભાવે એ જીવ પણ એવો થાય. અમેરિકામાં એક નવયુવતી બસમાં એક નવયુવાનનું ખીરું કાપવા ગઈ. યુવાને પકડી પાડી. પછી બંનેને પ્રેમ થયો. યુવાન એજીનિયર હતો. પણ આ પત્નીએ એને પણ ખીસાકાતરું બનાવી દીધો. એ યુવતીને ગર્ભ રહ્યો. યુવતીએ વિચાર્યું. મારો બાળક હાથ સફાઈમાં એક્કો થાય. બાળકનો જન્મ થયો. નર્સ નવડાવવા લઈ ગઈ. પછી પાછો લાવી ત્યારે બાળકની મુઠી બંધ. ખોલવાના બધા પ્રયત્ન નિષ્ફળ. થોડા વખત પછી એક મનોચિકિત્સકે એ બાળક આગળ આકર્ષક ઘડિયાલ રાખી. એ લેવા હાથની ઝાપટ મારી. મુઠી ખુલી ગઈ. એમાંથી વીંટી નીકળી. બધા છક થઈ ગયા. નર્સનવડાવવા લઈ ગઈ, પછી એની ફરિયાદ હતી કે મારી વીંટી ખોવાઈ ગઈ છે. પેલી યુવતી પોતાના બાળકની આ હાથચાલાકીથી ખુશ થઈ ગઈ. ખાતરી થઈ ગઈ, ખરેખર આ એમાં ડંકો વગાડશે! વર્તમાનકાળમાં ગર્ભસ્થ બાળકમાટે પ્રથમ બે વિકલ્પ પ્રાયઃ દુર્લભ છે. ત્યારે માતાપર આધાર છે કે ગર્ભસ્થ બાળક કેવો નીવડશે! માટે જ બાળક ગર્ભમાં આવે, ત્યારે માતાએ ટી.વી. વગેરે, ફ્રીજવગેરે, હલકા મેગેઝીન વગેરે બંધ કરી, ધર્મારાધના વિશેષરૂપે વધારી દેવી જોઈએ. એમની એ નવમહીનાની મહેનત એમને બાળકના શુભ-સારા સંસ્કારદ્વારા જિંદગીભર સારું ફળ આપનારા બની શકે.) I 13 dan Education intemato www. bary ID
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy