SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યા. (૪) કે પતી ગયું, વૈરાગ્ય સાફ ! આમ જ જીવ જાગવાના પ્રસંગોએ સૂઈ જાય છે.) પ્રસન્ન થયેલાં ત્રિશલાદેવીના આવા શુભ શબ્દો સાંભળી કુળવૃદ્ધાઓએ ‘જય-જય’ કહી આશીર્વાદ આપ્યા, રાજાએ શ્રી જિનમંદિરમાં પ્રભુભક્તિના મહોત્સવ મંડાવ્યા, સ્ત્રીઓ ધવલ-મઙ્ગલ ગાવા લાગી, ધ્વજાઓ લહેરાવી, કુંકુમના પંચાંગુલી થાપા દીધા, તોરણો બંધાવ્યા, ગીત-નૃત્ય શરુ થયાં અને સ્ત્રીઓ શ્રેષ્ઠ અક્ષતથી વધાવવા લાગી. રાજાએ આંગણે મોતીથી ચોક પૂર્યા, બધા યાચક લોકોને અમાપ-ઘણું દાન દઇને સકળ લોકના દારિદ્રયનો નાશ કર્યો, લોકોના ગીત-નૃત્યથી તે રાજાનું રાજભુવન દેવલોક સરખું શોભ્યું. તે વખતે રાજા વધામણાંમાં આવેલું કરોડનું ધન લઇ, પ્રીતિદર્શનરૂપે કરોડોનું દ્રવ્ય આપવા લાગ્યા. એમ કલ્પતરુ સરખા બનેલા સિદ્ધાર્થ રાજા ઘણો હર્ષ પામ્યા. અને ઘણાં મઙ્ગલ કાર્યો કર્યા. તે વખતે જ્યારે સાડા છ મહિનાનો ગર્ભનો કાળ પૂર્ણ થયો હતો, ત્યારે ગર્ભમાં રહેલા પ્રભુએ એવો અભિગ્રહ કર્યો કે--જ્યાં સુધી માતા-પિતા જીવંત હોય, ત્યાં સુધી હું ઘરવાસ ત્યજી સાધુ નહિ થાઉં. (અહીં પ્રભુએ આ અભિગ્રહ કર્યો, એથી અનુમાન થઈ શકે, કે ભગવાન જે ત્રીસ વર્ષ સંસારમાં રહ્યા અને પરણ્યા એમાં નિકાચિત ભોગાવલી કર્મ કારણભૂત નહીં હોય. પ્રથમથી જ વૈરાગી ભગવાને વહેલી સંભવતી દીક્ષાને પાછળ ઠેલી. બધા જીવોમાટે મંગલકારી દીક્ષા લેવા જતાં મા-બાપને તીવ્ર વેદનાદિ થવારૂપે અમંગલ ન થાય, એવો આશય હોઈ શકે. ઘણા ઋષભદેવ વગેરેના દૃષ્ટાંતો છોડી આ દૃષ્ટાંત લઈ પુત્રવગેરેને દીક્ષા લેતા રોકે છે, ત્યારે એ વિચારવાનું છે કે ભગવાન તો સતત વૈરાગી હતા અને ભગવાનને જ્ઞાનથી ખબર પણ હતી કે હું પછી પણ અવશ્ય દીક્ષા લઈશ. અને ભગવાને તો લગ્ન પછી પણ ત્રીસ વર્ષની ભરયુવાનવયે દીક્ષા લીધી. જે પુત્રને દીક્ષા લેતા અટકાવવામાં આવે છે, તે માટે શું આવી શક્યતાઓ છે ? એક સુકલકડી માણસ કસરતથી શરીર ખડતલ બનાવવા અખાડામાં ગયો. અખાડાનો માસ્ટર ૫૦ કીલો વજનની લોખંડની પ્લેટો લઈ કસરત For Private & Personal Use Only Jain Education International ૧૩૩ Www.akhel brary ofD
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy