SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યા. | કે ગુણમાટે કરેલું દોષમાટે બન્યું!) સૂત્ર ૯૪) પ્રભુ માતાનાખનો વિચાર કરી આંગળી આદિ એક ભાગથી જ્યારે લેશમાત્ર ફક્યા, ત્યારે ત્રિશલાદેવી અત્યંત પ્રસન્ન થયાં. તેમનું મુખકમળ વિકસિત થયું. પછી તેમણે કહ્યું કે- “મારો ગર્ભ હરાયો નથી અને ગળ્યો પણ નથી, પૂર્વે કમ્પતો ન હતો, તે હવે કપે છે.” ત્રિશલાદેવી બોલ્યાં કે-ત્રણ ભુવનમાં હું ધન્ય છું. મારી ભાગ્યશા આજે જાગી છે અને શ્રી જિનેશ્વરોના ચરણની કરેલી સેવાથી મારાં સઘળાં કાજ સિદ્ધ થયા છે. મેં મૂઢમતિથી અનુચિત ચિન્તા કરી. મારું જીવિત પ્રશંસનીય છે, અને જન્મ સફળ થયો. ગોત્રદેવીઓએ કૃપા કરી છે અને આજ સુધી આરાધેલો જૈનધર્મરૂપ કલ્પવૃક્ષ ફળ્યો છે. (આ મોહદશા છે કે જીવ લોલકની જેમ ઝડપથી રતિ-અરતિમાં આવી જાય છે. એમાં પણ કશું અચાનક બને, તો પહેલી કલ્પના ખોટી જ કરે. રાતના અચાનક ફોનની ઘંટડી રણકે, તો તરત જ “કો'ક સગાના મોતના-ભયંકર બીમારીના સમાચાર હશે' એમ કલ્પનાશ થઈ જાય.. પછી એ ફોન ઉપાડે, ત્યારે અમેરિકાથી પુત્રના પાસ થવાના સમાચાર મળે એટલે આખી વિચારધારા ગુલાંટ લગાવે... સવારના પહોરમાં ઘંટડી વાગી. નોકરે બારણું ખોલ્યું. વેપારીને જોઈ વિચાર્યું- આ ઉધરાણીએ આવ્યા લાગે છે...વેપારીએ પૂછ્યું- શેઠ છે ઘરમાં? નોકરે કહ્યું - એ તો પરમ દિવસે જ બહારગામ ગયા...વેપારીએ કહ્યું-એમ... તોતો હવે બે દિવસ પછી આવીશ... આતો મને એમ કે મારે બહારગામ જવું છે, તો જતાં પહેલા શેઠને આપવાના પચાસ હજાર રૂા. આપતો જાઉં... નોકર આ સાંભળી ચોંક્યો... આ તો ગરબડ થઈ ગઈ. લેનાર નથી, દેનાર છે. એટલે તરત ગુલાંટ લગાવી... અરે હમણાં જ યાદ આવ્યું... શેઠ પરમે ગયા હતા. ગઈ કાલે રાતના જ પાછા આવી ગયા છે... અંદર સુતા જ છે... આવો...' આ સતત પલટાતા ભાવોથી જ જીવ સતત રતિ-અતિથી હેરાન થાય છે, માટે તો અજિતશાંતિ સ્તવમાં અરઇરછતિમિરવિરહિએ” અરતિ અને રતિના અંધકારથી રહિત’ એ રીતે પ્રભુની સ્તુતિ કરી છે. ત્રિશલામાતા ને પહેલા સંસારપર વૈરાગ્ય થયો ને સુખ મધ લીધેલી તલવાર ચાટવા જેવું લાગ્યું. પણ પછી જેવું મનનું ધારેલું થયેલું દેખાયું કે તરત વિચારધારા બદલાઈ ગઈ. મોટે ભાગના જીવો નિષ્ફળતા અને નિરાશાવખતે વૈરાગ્યભાવમાં આવે છે, પણ પાછું કાંક ધારેલુ થાય | ૧૩૨ dan Education international For Private & Pesonal Use Only WWW ID
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy