SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાનમાં ઉદય આવ્યાં છે. અથવા પૂર્વે મેંશીયળ ભાંગ્યાં-ભંગાવ્યાં હશે, અથવા ગર્ભનાશ કરાવ્યા હશે કે બાલહત્યા કરી હશે. શોક્યના પુત્રનું માઠું ચિંતવ્યું હશે, વગેરે ઘણાં પાપકરમ કર્યા હશે, તેનું આ ફળ આવ્યું છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે કુશીલવૃત્તિ, શીલભંગ, દુરાચારના ફળરૂપે ભવાંતરમાં વંધ્યાપણું, કસૂવાવડ અને વિષકન્યાપણું વગેરે પ્રાપ્ત થાય છે. તેથી જીવોએ શીલધર્મમાં દઢ થવું જોઈએ. મોટા અને રત્નોથી ભરેલા અપાર સમુદ્રમાં છિદ્રવાળો ઘડો ન ભરાય, તેમાં સમુદ્રનો દોષ નથી. વસંતઋતુમાં બધું ખીલે અને જો એક કેરડોન ખીલે, તો ચતુર પુરુષ! કહો, તેમાં વસંતઋતુનો શો વાંક? વળી ફળેલા વૃક્ષનાં ડાળ નીચે નમવા છતાં જો તેનાં ફળો વામણો ન લઇ શકે, તો વૃક્ષનો, અથવા તરત ઉગેલા તેજસ્વી સૂર્યને જો ઘૂવડ ન દેખે, તો તેમાં સૂર્યનો શો વાંક ? તેમ મારા દુર્ભાગ્યથી ગર્ભને કુશળ નથી, તેમાં બીજાનો શો દોષ? મારો જ દોષ છે, માટે હવે જીવવું નિરર્થક છે. હકુલદેવીઓ! તમે આજ ક્યાં ગઇ છો? મારા ગર્ભની સંભાળ કેમ ન કરી? સુંદર એવું પણ આ જીવન, ધન અને સુખ હવે શા કામનું છે? જો પુત્રનું મુખ જોવા ન મળે, તો આ બધું શ્રેષ્ઠ સુખ પણ વધારે દુઃખ આપનારું છે. એમ વિવિધ વિલાપ કરતી ત્રિશલાને સખીઓ જેમ જેમ કુશળ પૂછે છે, તેમ તેમ તેને પુત્રવિયોગનું દુઃખ વધુ ખટકે છે. એમ હૃદય ઉપર દુઃખ વધી જવાથી જ્યારે તે મૂર્ણિત થયા, ત્યારે જળ-ચંદનાદિના શીતલ ઉપચાર કરી ને સખીઓ તેને સ્વસ્થ કરવા લાગી, અને સઘળો પરિવાર વિલાપ કરવા લાગ્યો કે-આશું થયું? નિષ્કારણ વૈરી એવા વિધાતાએ આ શું કર્યું? કુળની વૃદ્ધ સ્ત્રીઓ આ વિનની શાન્તિમાટે શાન્તિકર્મ, પુષ્ટિકર્મ, મત્રજાપ, બાધા-આખડીવગેરે કરવા લાગી અને જોષીઓને તેડાવી પ્રશ્નો મુકાવ્યા. સર્વ મંત્રીઓ પણ કિંકર્તવ્યમૂઢ થયા. વાતાવરણ શોક- || ૧૩૦ For Private & Fesson Use Only www.sinelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy