________________
પીરસીને થાળ ખેંચી લે, તેમ તેંમારી દુર્દશા કરી. પુત્ર ગર્ભમાંન આવવાથી જેટલું દુઃખનથાય, તેટલું દુઃખ ઉત્તમ સ્વપ્નોથી સૂચિત પુત્ર ગર્ભમાં આવ્યા પછી તેના અકુશળથી મને થાય છે. અતિ દુઃખિયારી થયેલી મારે હવે આ રાજવૈભવ, માન-સન્માન અને બીજાં પણ સર્વ સુખો કે આળપંપાળ નકામાં છે.
હે દુષ્ટ વિધાતા ! તેં મારા મનોરથરૂપ વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખ્યો. પૂર્વજન્મમાં મેં તારો શો અપરાધ કર્યો છે, કે જેથી આવું દુઃખ દેતાં તું ઉચિતઅનુચિતનો પણ વિચાર કરતો નથી? અથવા આ દુઃખથી વ્યાપ્ત સંસારને અને મધથી ખરડાયેલી તલવારની ધારને ચાટવાતુલ્ય વિષયોના અલ્પ સુખને પણ ધિક્કાર થાઓ ! મેં તેમાં સુખની આશા કરી તેનું જ આ ફળ મળ્યું.
હવે હું શું કરું? ક્યાં જાઉં? અને કોની આગળ કહું? કારણ કે-ભોળી એવી મને અધમ દુર્ભાગ્યે બાળી અને મારો નાશ કર્યો.
પૂર્વભવે મેંવનમાંદવ સળગાવ્યો હશે, પક્ષીઓના ઘણા માળા ભાંગ્યા હશે, સરોવરનાં પાણી શોષાવીને જળચર જીવોનો નાશ કર્યો હશેકે ઋષિ-મુનિઓને આળ ચઢાવ્યાં હશે, બાળકોની માતાથી વિયોગ કરાવ્યો હશે, તેમને સ્તનપાન કરતાં વિઘ્ન કર્યા હશે, અથવા ઉંદર વગેરેના બીલમાં ગરમ પાણી પૂરી તેનાં બચ્ચાઓનો નાશ કર્યો હશે.
પૂર્વભવે મેં જૂ, માંકડ કે લીખોને તાવડે નાખી હશે, પશુ-પંખીઓને પીંજરામાં પૂર્યા હશે, કોઇની આજીવિકા ભાંગી હશે, અભક્ષ્યનાં ભક્ષણ કર્યા હશે કે અભવ્યની કરણી કરી હશે, કારણકે-એવાં પાપો કર્યા વિના મારે પુત્રનો આમ વિયોગ ન થાય. ગર્ભનાં શાટન-પાટન કર્યા હશે, કામણ-મણ કરીને કે બગલાની જેમ માયાથી આચરણ કરીને લોકોને ઠગ્યાં હશે- એમ ઘણાં પાપો બાંધ્યાં હશેતે |
I ૧૨૯
dan Ediscation Hematonal
For Private & Fessel Use Only
w
ellbery ID