SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) ९२. तए णं तीसे तिसलाए खत्तिआणीए अयमेयारूवे जाव संकप्पे समुप्पज्जित्था-हडे मे से गड्भे? मडे मे से गठभे? चुए मे से गम्भे ? गलिए मे से गम्भे ? एस मे गब्भे पुविं एयइ, इयाणिं नो एयइ तिकट्ठ ओहय-मणसंकप्पा, चिंता-सोग-सागरं संपविट्ठा, करयल-पल्हत्थ-मुही, अट्टज्झाणोवगया, भूमीगय-दिट्ठिया झियायइ । तंपि य सिद्धत्थराय-वरभवणं उवरय-मुइंग-तंती-तलताल-नाडइज्ज-जणमणुन्नं दीणविमणं विहरइ ॥१२॥ સૂત્ર ૯૧) એક વખત માતૃભક્ત પ્રભુએ ગર્ભમાં રહ્યાં રહ્યાં માતા પ્રત્યે ભક્તિથી એમ વિચાર્યું કે “મારા હલન-ચલન-કંપનથી માતાને દુઃખ થશે, માટે મારે લેશ પણ હલન-ચલન કે કંપન કરવું નહિ.' એમ વિચારી ભગવાન એવી રીતે સ્થિર થયાકે-જાણે મોહનો જય કરવા મંત્રચિંતન કરતા હોય અથવા પરમબ્રહ્મઅંગે કોઇ અગોચર ધ્યાન સાધતા હોય, અથવા કોઈ કલ્યાણરસની સિદ્ધિ કરવા માંગતા હોય કે પછી કામના નિગ્રહમાટે પોતાનું રૂપ છુપાવવા માંગતા હોય, એ માટે તથા બીજાઓએ પણ આ દષ્ટાંતથી માતૃભક્ત બનવું એમ શીખવાડવા પ્રભુ સર્વથા નિશ્ચલ થયા. સૂત્ર ૯૨) તે વખતે પુત્રના સ્નેહરાગથી ત્રિશલા માતા ચિંતાતુર થયાં. તેમને એવો સંકલ્પ થયો કે-શું મારા ગર્ભને કોઇ દેવતાએ હરી લીધો? શું ચ્યવી ગયો? શું ગળી ગયો? કારણ કે- પૂર્વે તે કંપન કરતો હતો. હવે એવું કંઇ કરતો નથી. આમ વિચારી ત્રિશલા માતા શોકસાગરમાં ડૂબી ગયા. હાથમાં મોં રાખી ઝૂરવા લાગ્યાં. તેમનું હૈયું કલુષિત થયું અને આર્તધ્યાનમાં ડૂબેલાં તે વિલાપ કરવા લાગ્યાં કે-જેમ દરિદ્રના ઘરમાં રત્નન એ કે નિભંગીને મળેલું ચિંતામણીન છે, તેમ મારે થયું. જેમ ભૂમિના દોષથી મરુદેશમાં કલ્પવૃક્ષ ન ઊગે અને તૃષાતુર છતાં નિપૂણ્યક જીવને અમૃતપાન ન મળે, તેમ નિભંગીને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ પણ ન થાય. હું નિર્ભાગીઓમાં શિરોમણી બની. | હેકૂર વિધાતા! તને ધિક્કાર થાઓ! તેં આ શું કર્યું? તેમને મેરુપર્વત ચઢાવીને નીચે પટકી અને નિર્મળ નેત્રો આપીને ખેંચી લીધાં. જેમ કોઇ ઉત્તમ ભોજન | ૧૨૮ Gain Education Interational For Petersonal Use Only www. baryo
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy