________________
વ્યા. (૪)
९१. तए णं समणे भगवं महावीरे माउय-अणुकंपणट्ठाए निचले निप्फंदे निरयणे अल्लीण-पल्लीणगुत्ते यावि होत्था ॥९१।। ગણિમ ગોળ, સાકર વગેરે તોળીને લેવા-દેવાય તે ધરિમ; કપડાવગેરે માપીને લેવાય તે મેય અને રત્નો, ઉત્તમ વસ્ત્રાદિ જે પરીક્ષા કરીને લેવા-દેવાય તે પરીય;-એમ ચારેય પ્રકારની વસ્તુઓ ઘણી વધવા લાગી. ચોવીશ પ્રકારનાં ધાન્યો, સમાલ સૈન્ય, ઊંટ વગેરે વાહનો, ભંડારો, કોઠારો, નગરો, પ્રજાજનો, વગેરે સતત વધવા માંડ્યું. યશ વધ્યો અને રત્ન, મણિ, માણેક, મોતી આદિ જવાહિર, દક્ષિણાવર્ત શંખો, રાજ્યના પટ્ટકો, પ્રવાલ, પદ્મરાગમણિ, વસ્ત્રો, કમ્બલો વગેરે મૂલ્યવાન દુર્લભ વસ્તુઓની પણ એટલી વૃદ્ધિ થઇ કે એમની બરાબરી કોઇ કરી ન શકે. સર્વત્ર ઉલ્લાસ અને પ્રસન્નતા વધી ગઇ, સત્કાર-સન્માન પણ વધ્યાં. તેથી તે વખતે ભગવાનના માતા-પિતાએ મનમાં એવું ચિંતવ્યું કે-ગર્ભના પ્રભાવે આ સઘળું વધ્યું, માટે પુત્રનો જન્મ થયા પછી આપણે એ પુત્રનું ગુણને અનુરૂપ ‘વર્ધમાનકુમાર એવું નામ આપીશું. (અહીં એ વાત સ્પષ્ટ છે કે જે ધનઆદિ દાટનારના વંશ, ગોત્ર, નામથી પણ કોઈ સંબંધી રહ્યા હોય, તેવું ધન લીધું નથી. તેથી એ ધનમાટે કોઈ દાવો કરે કે અન્યાયની ફરિયાદ કરે એવી પણ સંભાવના રહી નથી. તેથી એ વાત સ્પષ્ટ થાય છે કે દેવો બીજાનું છીનવીને કે બીજાનું લઈ લઈને પરમાત્મભક્તિ કરતાં નથી. ભગવાનનું જીવન અત્યંત વિશુદ્ધ હોવાનું, એ વિશુદ્ધ જીવનના સ્વામીનો કોઈ પણ પ્રસંગ કે કોઈ પણ પ્રકારની ભક્તિ બીજા જીવો માટે અન્યાય આદિનું કારણ ન બનવા જોઈએ. અથવા અન્યાય આદિ કરીને પ્રભુભક્તિ કરવી ઉચિત નથી. બીજી વાત જેઓ વર્તમાનમાં ધનવગેરે હોવા છતાં દાનમાર્ગે વાવતા નથી, તેઓને કટાક્ષમાં કહી શકાય કે તમે શેરબજારવગેરેમાં ધન મુકો નહીં, એમાં તમે જીવતા ચો છો અને ધન ચાલ્યું જાય છે, એના કરતાં સોનાના સિક્કા બનાવી જમીનમાં દાટી દો, તો તમારા ગયા પછી પણ એ બચી જશે, અને ભવિષ્યમાં કો'ક તીર્થકરના રાજભવનમાં જઈને અથવા તીર્થકર ભગવાન દ્વારા અપાતા વાર્ષિક દાનનો ભાગ બની – તીર્થકરના હસ્તકમળનો સ્પર્શ પામી એ ધનનો છુટકારો થશે! તમે પોતાના હાથે સુપાત્રમાં નવાપરી શકો, તો આ રીતે સુપાત્ર પાસે જશે!! ખરું તાત્પર્ય તો એ છે કે તમે દાન કરતાં શીખશો, તો એ ધનવગેરે ઘણાના ઉપયોગમાં આવશે અને તમને પુણ્યાનુબંધી પુણ્યનો લાભ થશે. નહિંતર એ ધનની મૂરમાં તમે દુર્ગતિમાં જશો, અને એ ધન કોઈને કામ નહીં આવે!)
I ૧૨૭
dan Education thematical
For Private & Fersonal Use Only
www
library
ID