________________
કોઈને કહેવું નહીં, અને તરત ફરીથી સુઈ જવું. આમ કરવાથી એ સપનું ફળતું નથી. પહેલા ખરાબ સપનું જોયા પછી સારું સપનું જોનારને સારું સપનું ફળે છે, તેમ જ સારું સપનું જોયા પછી ખરાબ સપનું આવે, તો તે ખરાબ સપનું ફળે છે. (પણ જો એક સંલગ્ન સપનામાં બંને વાત હોય, તો તે ક્રમશઃ ફળે છે. જેમ કે યશોધર ચરિત્રમાં પ્રથમ સુરેન્દ્રદત્તના ભવમાં સુરેન્દ્રદત્તને એવું સપનું આવે છે કે પોતાની માતા પોતાને સિંહાસન પરથી ગબડાવી દે છે, પોતે છેક નીચે સુધી ગબડ્યા પછી પાછો સુવર્ણ સિંહાસન પર આરૂઢ થાય છે. આ સપનામાં અનિષ્ટ -ઈષ્ટ બંને છે. એ મુજબ જ પ્રથમ માતા કુકડાના વધનો આગ્રહ રાખી સંયમની ઇચ્છાવાળા સુરેન્દ્રદત્તના પતનનું નિમિત્ત બને છે, પછી સુરેન્દ્રદત્ત ઘણા ઘણા ભવોમાં તિર્યંચનો અવતાર લે છે. પછી છેવટે યશોધર રાજા બની દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે.)
સપનામાં દેવ ગુરુના દર્શન દેવ-ગુરુની ભક્તિવગેરે શુભભાવો જોવાથી જીવની સર્વતઃ વૃદ્ધિ થાય છે. સપનામાં હસવા-રોવાનું વગેરે કરનારને શોકવગેરે થાય છે, વગેરે સ્વપ્નલક્ષણોની વિવિધ વાતો કરી. પછી કહ્યું - જે સ્વપ્નો પોતાના સંબંધી હોય, તેનું ફળ પોતાને મળે છે, અને જે સ્વપ્નો બીજા સંબંધી હોય, તેનું ફળ બીજાને મળે છે. (જેમકે હસ્તિનાપુરના રાજા અને શેઠે શ્રેયાંસકુમાર સંબંધી સપના જોયા, તો તે સપનાઓના ફળરૂપે ઋષભદેવ ભગવાનને પ્રથમ પારણું કરાવવાનો ઉત્કૃષ્ટ લાભ શ્રેયાંસકુમારને થયો.)
જો ખરાબ સપના આવે, તો દેવ-ગુરુની પૂજા વિશેષથી કરવી અને યથાશક્તિ તપ કરવાપૂર્વક સતત ધર્મમાં લીન રહેવું, જેથી ખરાબ સ્વપ્ન પણ સારા સપનામાં રૂપાન્તર પામે.
સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે જે સ્ત્રી કે પુરુષ સપનામાં દુધ, દહીં, ઘી, મધના ઘડાને જુએ, અને પોતે ઉપાડ્યો છે એમ જુએ, અને જાગી જાય, તો તે જ ભવમાં કેવળજ્ઞાન પામી મોક્ષે જાય. એ જ રીતે જે સ્ત્રી કે પુરુષ સપનામાં ચાંદી, સોનું કે રત્ન વગેરેના ઢગલા જુએ અને પોતાને એનાપર ચઢેલા જુએ, અને તે જ ક્ષણે જાગે,
૧૨૦
For Prve & Personal use only