SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યા. વેપારી થયો... પોતાની સાત માળની હવેલી થઈ. સુંદર અપ્સરા જેવકન્યા સાથે લગ્ન થયા... દહેજમાં લાખો રૂપિયાની સામગ્રી આવી... પોતાને એકરૂપરૂપના અંબાર જેવો દેવનો દીધેલો દીકરો થયો.. પોતે સોનાના હિંચકે બેઠો છે, છોકરો રમતો રમતો પોતાની પાસે આવ્યો...પોતે પત્નીને બાળકને તેડી લેવા કહ્યું. પત્નીએ કહ્યું તમારો પુત્ર છે... તમે રમાડો.. પોતાને ગુસ્સો આવ્યો... લાત મારી “ધડુમ' અવાજ આવ્યો... અવાજથી ઉંઘ ઊડી ગઈ. સપનું તૂટી ગયું.. જોયું તો લોટાને લાત લાગી... લોટો ઉધોવળી ગયેલો... લોટ બધો ઢોળાઈ ગયો.... આ છે ચિંતા-વિચારની પરંપરાથી આવેલું સપનું... આ છ પ્રકારના સપના સારા હોય કે નરસા બધા નિરર્થક છે... સપનાની સુખડી જેવા છે. થાણદ્વી પ્રકારની નિદ્રાવાળા તો ઉંઘમાં જ હાથીને મારી નાખવા જેવા કામ કરી નાંખે... પણ સવારે ઉઠે ત્યારે એમ જ માને કે મેં તો આવું સપનું જોયું છે.) (૧) દેવતાવગેરેના ઉપદેશથી – દેવતાએ સ્વપ્ન આપ્યું હોય (૨) ધર્મક્રિયાના પ્રભાવથી આવેલું હોય કે (૩) તીવ્ર પાપના કારણે આવ્યું હોય, આ ત્રણ પ્રકારે આવેલા શુભ કે અશુભ સ્વપ્નો અવશ્ય ફળ દેનારા બને છે. આમ નવ પ્રકારના સપના છે. રાતના પહેલા, બીજા, ત્રીજા અને ચોથા પ્રહરમાં આવેલા સપના ક્રમશઃ બાર, છ, ત્રણ, અને એક મહીને ફળ આપે છે. રાત પૂરી થવાને અડતાલીશ મિનીટ (એક મુર્ત) બાકી હોય, ત્યારે આવેલું સ્વપ્ન દસ દિવસમાં ફળ આપે છે. અને સૂર્યોદયવખતે સ્વપ્ન આવે, તો તે તરત જ ફળ આપે છે. ફૂલની માળાની જેમ સપનાઓની હારમાળા ચાલે, અથવા દિવસે ઉંઘમાં સ્વપ્ન જુએ (દિવાસ્વપ્ન), ચિંતા કે રોગથી સપના આવે કે મળ-મૂત્ર રોકી રાખવાથી સપનું આવે, આ બધા સપનાઓ ફળતા નથી. જે વ્યક્તિ ધર્મમાં રત છે, નિરોગી છે, સ્થિરચિત્તવાળો છે, જિતેન્દ્રિય છે અને દયાળુ છે, પ્રાયઃ તેને સ્વપ્નદ્વારા ઇચ્છિત વસ્તુ સિદ્ધ થઇ જતી હોય છે. (અર્થાત્ એ વસ્તુની પ્રાપ્તિ ક્યાં-કેવી રીતે થશે? ઇત્યાદિ વાતનું માર્ગદર્શન મળી જાય છે.) ઉત્તમ સપનું આવે, તો ગુરવગેરે યોગ્ય વ્યક્તિને જ જણાવવું. સંભળાવવાયોગ્ય એવી કોઈ વ્યક્તિ મળે નહીં, તો ગાયના કાનમાં કહી દેવું. સારું સપનું આવ્યા પછી સુઈ જવાથી સ્વપ્નનું ફળ નાશ પામે છે, માટે સૂવાના બદલે ભગવાનના સ્તવન વગેરે કરી ધર્મજાગરણથી રાત પસાર કરવી. ખરાબ સ્વપ્ન જોયા પછી || ૧૧૯ n ation memabona www. brary
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy