________________
વ્યા || શું કલ્યાણકર ફળ હોઈ શકે છે?
સૂત્ર ૭૨) તે સ્વપ્નલક્ષણપાઠકો પણ શ્રીસિદ્ધાર્થરાજાની આ વાત સાંભળી અત્યંત હર્ષ પામ્યા. એ સ્વપ્નોને હૃદયથી યાદ રાખી અર્થવિચારણા શરુ કરી... પરસ્પર અર્થસંવાદમાટે ચર્ચા કરી, પછી એ સ્વપ્નોના અર્થો પ્રથમ પોતાની બુદ્ધિથી વિચારી, પછી બીજાઓના અર્થ પણ સ્વીકારી, શંકા પડે ત્યાં પરસ્પર પૂછી શંકા દૂર કરી, છેવટનો નિશ્ચય કરી તથા એ નિર્ણયને બરાબર યાદ રાખી સિદ્ધાર્થરાજા સમક્ષ સ્વપ્નલક્ષણ શાસ્ત્રની વાતો કહેવા માંડ્યા.
સ્વપ્ન શાસ્ત્રોની વાત આવી છે
મનુષ્યોને સ્વપ્ન આવવાના નવ કારણો છે - (૧) અનુભવેલું હોય... (જેમ કે કપડાનો વેપારી આખો દિવસ કપડા વેતરવાનું કામ કરતો હોય, તો આ અનુભવથી રાતે સપનામાં પણ દુકાન દેખાય અને ઘરાકને કપડું ફાડીને આપે છે એવા ભાવમાં પોતાનું ધોતિયું ફાડી નાંખે. ધરતીકંપના અનુભવવાળાને સપનામાં પણ ધરતીકંપના આંચકા આવ્યા કરે!) (૨) સાંભળેલું – (ભૂત-પ્રેતની વાતો સાંભળતાં સાંભળતાં ઉધી જાય, તો સપનામાં ભૂત દેખાય ને પછી બુમાબુમ કરી મુકે “ભૂત... ભૂત...') (૩) જોયેલું. (ટી.વી. વગેરેમાં જાત-જાતનું જોતા જોતા ઉંધી જાય, પછી એ બધું પાછું સપનામાં જુએ. તેથી જ સુતા પહેલા ધર્મચર્ચા કરવી જોઇએ કે ધ્યાનથી નજર સામે ભગવાનને લાવવા જોઇએ, જેથી સપના પણ એવા જ આવે.) (૪) રાતે ખાવું વગેરે કારણથી ખાવાનું પચ્યું ન હોય ને વાયુ થઈ જાય, ગેસ થઈ જાય, અથવા પિત્તપ્રકોપ થાય કે મળ-મૂત્ર રોકી રાખ્યા હોય, તો આ બધાથી શરીરની પ્રકૃતિમાં ફેરફાર થવાથી પણ સ્વપ્ન આવે. (૫) કેટલાકને તો સ્વભાવથી જ- સહજ જ સપનાઓ આવ્યા કરતા હોય છે. તો (૬) ચિંતાની પરંપરા ચાલે તો એના કારણેય સપનું આવે. (ધંધાની ચિંતા ચાલતી હોય, તો ધંધાના સપના આવે. ભિખારીને શ્રીમંત થવાના વિચારો ચાલતા હતા... તેથી લોટથી ભરેલો લોટો બાજુમાં રાખી સુતો... તો સપનામાં જોયું. ગામમાં દુકાળ પડ્યો છે. પોતાના લોટના સારા રૂપિયા ઉપજ્યા. એ લઈ શહેરમાં ગયો... ધંધો શરૂ કર્યો... ધંધો જામ્યો... પોતે માટે શ્રીમંત | ૧૧૮
Gain Education intémational
For Private & Personal Use Only
anbrary ID