________________
હોય છે. તેથી કહે છે) યશસ્વી થાઓ, (શ્રીમંત માણસ સદાચારથી યશસ્વી થાય, એ એની બુદ્ધિનો પ્રભાવ છે, માત્ર પૈસાદાર હોવાથી કે પૈસાદાર થવા ઉંધા ચત્તા કરવાથી બુદ્ધિમાન તરીકે સિદ્ધ થવાતું નથી. તેથી જ સદાચારથી યશસ્વી થવા જરૂરી બુદ્ધિનો આશીર્વાદ આપતા કહે છે) બુદ્ધિમાન થાઓ. (જીવને વ્યસન તો કોઈને કોઈ હોય છે. પણ વ્યસન તો એવું હોવું જોઈએ કે જે બધાને ઉપકારક બને. શ્રીમંત માણસ સદાચારી હોય, પણ ઉદાર ન હોય, તો પ્રશંસાપાત્ર બનતો નથી, તેથી શ્રીમંત માણસે ઉદાર બનવું જોઈએ, ઉડાઉનહીં. ખીસાના પૈસા સીગરેટ-શરાબવેંચનારના હાથમાં જાય, એનાં કરતા ગરીબના હાથમાં જાય, એમાં બંનેને લાભ છે, એક કુટેવથી બચે છે, બીજાનું કામ થાય છે. વળી આ દાન પણ નામમાટે કે બીજા લાભ મેળવવા કે પેલાને પરાધીન બનાવવા નહીં, પણ કરણાથી-અનુકંપાથી થાય, એટલે કે પ્રેમની લાગણીપૂર્વક થાય, ત્યારે જ ઉચિત બને છે, આપવાના વ્યસનવાળો આવો દાનવીર જ બુદ્ધિમાન અને યશસ્વી છે, માટે કહે છે કે, ઘણા જીવોને કરુણાથીદાતા થાવ (જે દાતા છે, તેના જ ભોગવંતરાય તૂટે છે, અને જે આપીને ભોગવે છે, તેના ભોગવખણાય છે, વળી ભોગ મળ્યા પછી પણ ભોગવવાનું પુણ્ય જોઈએ, માટે કહે છે) તમે ભોગ ભોગવનારા થાવ. (અને જે દાન અને ભોગ કરી શકે છે, તે જ ખરો ભાગ્યશાળી છે, માટે કહે છે) તમે ભાગ્યવંત થાઓ (દરેક કાર્યમાં સફળ થનાર અને લક્ષ્મીસંપન્ન ભાગ્યશાળી ગણાય છે, પણ તે બધાને પ્રિય બને અને ઉત્તમ સુક્તનો લાભ મેળવી શકે, તો જ સૌભાગ્યશાળી કહેવાય. તેથી કહે છે) તમે મહાસૌભાગ્યશાળી થાવ - (જે આવા મહાસૌભાગ્યશાળી હોય છે, એને ત્યાં જ લક્ષ્મી વધતી જાય છે, અને સ્થિર રહે છે. તેથી કહે છે) વિશાળ સ્થિર લક્ષ્મીવાળા થાવ. (સ્થિર લક્ષ્મીની સાથે સ્થિર કીર્તિ મળે, તો સોનામાં સુગંધ મળે, તેથી કહે છે) તમે કીર્તિમાન થાવ- (ને કીર્તિ તો જ સ્થિર થાય, જો તમે જગતમાં બધા જીવોના આશ્રયદાતા બનો. તેથી કહે છે) તમે વિશ્વોપજીવ્ય થાવ.
ફરીથી આશીર્વાદ આપતા કહે છે-હેનરનાથ! (સિદ્ધાર્થરાજા) તમારા કુલમાં કલ્યાણ થાઓ, શિવ થાઓ... ધનનું આગમન થાઓ, દીર્ઘ આયુષ્ય થાઓ, પુત્રના જન્મની સમૃદ્ધિ થાઓ... વૈરીઓનો ક્ષય થાઓ... હંમેશા જયથાઓ... (આ બધું તો જ થાય, જો ભગવાન પર અસીમ ભક્તિ હોય.. એ ભક્તિના વૃક્ષપર જ આ બધી શુભ પ્રાપ્તિના ફળો ઉગે છે.. સ-રસ થાય છે, અને ગુણકારી બને છે. માટે છેલો આશીર્વાદ આપતા કહે છે.) તમારા કુલમાં સતત જિનભક્તિ હજો...
I ૧૧૪ www brary
dan Education
emas