________________
ક્યા.
(૩)
જેમ પરસ્પર મેળ વિનાના પાંચસો સુભટો સેવા માટે એક રાજા પાસે ગયા. રાજાએ તેઓની પરીક્ષા માટે મંત્રીની સલાહથી તેઓને ઉતરવા એક મકાન આપી ત્યાં એક જ પલંગ મોકલ્યો. નાના-મોટાના વ્યવહારથી રહિત અને અભિમાની તેઓ પલંગમાટે વિવાદે ચઢ્યા. છેવટે પલંગને વચ્ચે મૂકી બધા તેની સામે પગ રાખીને સૂતા. રાજાએ ગુપ્તચર દ્વારા એ વ્યતિકર જાણી લીધો અને પરસ્પર સંપ વિનાના આ સુભટો યુદ્ધ વગેરે કાર્યો શી રીતે કરશે ? એમ સમજી અપમાન કરી કાઢી મૂક્યા. (દરેક જૈન સંઘ જો આ વાત સમજી સમજું, સત્ત્વશાળી, પુણ્યશાળી અને વિવેકી એકને નેતા બનાવી એને અનુસરે, તો આજે પણ જૈનશાસનનો જયજયકાર અવશ્ય થઈ શકે. પણ તે માટે અંગત અદાવત, અહં, માનાકાંક્ષા વગેરે છોડવા પડે. બાકી પરસ્પર અહં ટકરાય ત્યાં સંઘર્ષ થવાનો જ. પુત્રે પિતાજીને પૂછ્યું- પિતાજી યુદ્ધ કેવી રીતે થાય? પિતાજીએ કહ્યું – જો બેટા! ચીન ભારત પર હુમલો કરે... ત્યાં જ મમ્મી બોલી- શું તમે જુની જુની વાત માંડો છો. ચીન નહીં, પાકિસ્તાન... આ સાંભળી પોતાનું અપમાન સમજી પિતાજી ગરજ્યા... અરે ! બેસ ! બેસ હવે ! તને શું ખબર... ત્યાં જ મમ્મી બરાડી... ઓહો ! બધી વાતની તમને જ ખબર પડે છે. અમે તો જાણે સાવ બોધા... પિતાજીએ રાડ પાડી... હા... હા... તમે બોધા સાડી સત્તરવાર... અને બંને વચ્ચે બરાબર જામી... ત્યાં જ પુત્રે કહ્યું... બસ..બસ.. મને ખબર પડી ગઈ, યુદ્ધ કેવી રીતે થાય ! મને લાગે છે આ દૃષ્ટાંતથી સહુ સમજી જશે કે યુદ્ધ-સંઘર્ષ કેવી રીતે થાય ! માટે સંઘ શાસનની ઉન્નતિ ઇચ્છનારા અહં આદિ પડતા મુકી સારી વાતમાં સહકાર આપવાનું નક્કી કરે, તો ખરી શાસનસેવા ગણાશે.)
સ્વપ્ન લક્ષણ પાઠકોએ આમ વિચારી સંપ કરી એકને મુખ્ય તરીકે સ્થાપ્યા અને એમને જ આગળ કરી બીજાઓ તેના અનુયાયી બનશે એવો નિશ્ચય કરી કચેરીમાં આવ્યા. સિદ્ધાર્થ રાજાને જોતાં જ મસ્તકે બે હાથ જોડીને તેઓએ આશીર્વાદ આપ્યો.
તમો દીર્ઘાયુષી થાઓ, (કેમકે જીવમાત્રને સૌથી ગમતી વાત જીવવાની છે, કેમકે, બાકીની સારી વાતો પણ એના પર જ આધારિત છે. પણ લાંબુ જીવન પણ સારું જીવન ન હોય, દુરાચાર ભરેલું હોય, તો વખણાતું નથી, પણ વખોડાય છે. તેથી બીજો આશીર્વાદ કહે છે.) સદાચારી થાઓ (સદાચારી પણ ગરીબ હોય, તો દુઃખી થાય છે. ને એનો સદાચાર લાચારીમાં ખપી જાય છે. માટે કહે છે.) લક્ષ્મીવંત થાઓ. (લક્ષ્મીવંત સદાચારી હોય, તો ઘણા માટે આદર્શ બને ને જબરદસ્ત યશ મેળવે છે, નહિતર ઘણા શ્રીમંતો પીઠ પાછળ નિંદાપાત્ર બનતા
Jain Education Internation
૧૧૩ jainelibrary.org