________________
६७. तए णं ते सुविणलक्खण-पाढगा सिद्धत्थस्स खत्तियस्स कोडुंबिअपुरिसेहिं सद्दाविया समाणा हट्टतुट्ठ जाव हिअया ण्हाया कयबलिकम्मा कयकोउअ-मंगल-पायच्छित्ता सुद्धप्पावेसाई मंगलाई वत्थाई पवराई परिहिआ, अप्पमहग्घा-भरणालंकिय-सरीरा, सिद्धत्थय-हरिआलियाकयमंगल-मुद्धाणा सएहिं सएहिं गेहेहितो निग्गच्छंति, निग्गच्छित्ता खत्तियकुंडग्गामं नगरं मज्झं-मज्झेणं जेणेव सिद्धत्थस्स रण्णो भवणवर-वडिंसगपडिदुवारे तेणेव उवागच्छंति, उवागच्छित्ता भवण-वरवडिंसग-पडिदुवारे एगओ मिलंति, मिलित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव अंजलिं कट्ट सिद्धत्थं खत्तियं जएणं विजएणं वद्धाविति ॥६७॥
સૂત્ર ૬૬) સિદ્ધાર્થ રાજાએ આ પ્રમાણે કહ્યું, ત્યારે કૌટુંબિક પુરુષો અત્યંત હર્ષ પામી રાજાની આજ્ઞાને માથે ચઢાવી સિદ્ધાર્થરાજા પાસેથી નીકળી ક્ષત્રિયકુંડ નગરની મધ્યમાંથી પસાર થઈ સ્વપ્નલક્ષણ પાઠકોના ઘરે જઈ તેઓને સિદ્ધાર્થ રાજાનો સંદેશો કહ્યો અને કચેરીમાં આવવા જણાવ્યું.
સૂત્ર ૬૭) સ્વપ્નલક્ષણ પાઠકો પણ સિદ્ધાર્થરાજાના કૌટુંબિક પુરુષોએ આપેલો સંદેશ સાંભળી અત્યંત પ્રસન્ન થયા. પછી તેઓ સ્નાન કરી, પૂજા કરી, પછી સ્વયં અમંગલને ટાળનારાં તિલક વગેરે કૌતુકો અને દહીં, દુર્વા અક્ષત વગેરેના ઉપચારરૂપ મંગલ કર્યા. રાજસભામાં શોભે તેવાં ઉજ્જવળ અને મંગલસૂચક વસ્ત્રો તથા અલ્પ છતાં બહુમૂલ્ય અલંકારો પહેર્યા. તથા માથામાં સફેદ સરસવ અને દૂર્વાદિ મુકવા દ્વારા મંગલ કરી પોતપોતાના ઘરેથી નીકળી ક્ષત્રિયકુંડનગરના મધ્ય રાજમાર્ગે થઈ સૌ સિદ્ધાર્થ રાજાના શ્રેષ્ઠતમ રાજભવનના મુખ્ય દ્વાર પાસે આવ્યા. ત્યાં બધાએ એકઠા થઈને વિચાર કર્યો. ‘જે સમૂહમાં બધા જ નેતા હોય, બધા જ પોતાને પંડિત માનતા હોય અને બધા જ પોતાનું મહત્ત્વ ઇચ્છતા હોય, તે સમૂહ નાશ પામે છે!”
૧૧૨
dan Education intematonal
For Private & Fersonal Use Only
www
brary