________________
६५. खिप्पामेव भो देवाणुप्पिया ! अटुंग-महानिमित्त-सुत्तत्थधारए विविहसत्थकुसले सुविण-लक्खण-पाढए सद्दावेह । तए णं ते कोडुबिअपुरिसा सिद्धत्थेणं रण्णा एवं वुत्ता समाणा हट्टतुट्ठ जाव-हिअया करयल जाव पडिसुणंति ॥६५॥
પછી મસ્તકે ઉત્તમ છત્ર અને બાજુમાં વિંઝાતા શ્વેત ચામરોથી શોભતા તથા ગણનાયક, દંડનાયક, રાજા, યુવરાજ, મંત્રી, મહામંત્રી, અમાત્ય, નગરશેઠ, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલ વગેરે ઘણા રાજપુરુષો અને માનવ-સમુદાયથી વીંટળાયેલા હોવાથી સફેદ વાદળાઓમાંથી નીકળેલા અને ગ્રહ-ગણ-તારા વગેરેથી પરિવારેલા ચંદ્રની જેમ અત્યંત શોભતા અને પ્રિયદર્શન સિદ્ધાર્થરાજા સ્નાનગૃહમાંથી નીકળી કચેરીમાં જઈ સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા.
સૂત્ર ૬૪) એ પછી કૌટુંબિક પુરુષો પાસે પોતાનાથી ઈશાનદિશામાં પોતાનાથી બહુ દૂર નહીં એવા સ્થાને તવસ્ત્રથી આચ્છાદિત અને સફેદ સરસવ વગેરેથી મંગલમય કરેલા આઠ ભદ્રાસન મુકાવી પોતાનાથી થોડે દૂર અત્યંત મૂલ્યવાન શ્રેષ્ઠ વસ્ત્રમાંથી બનેલો, તથા વિવિધ મણિરત્નો જડેલો, અત્યંત સુકોમળ દોરાથી વરુ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગર, પંખી, સાપ, કિન્નરો, જુદા-જુદા મૃગલાઓ, હાથીઓ, વનલતાઓ વગેરે અત્યંત આકર્ષક ચિત્રો ઉપસી આવે એ રીતે વણાયેલો પરદો કરાવી એ પરદા પાછળ ત્રિશલા રાણી માટે વિવિધ રત્નોની રચનાઓથી આકર્ષક ભદ્રાસન મુકાવ્યું અને એના પર કોમળ, સુંદર ગાદી પથરાવી એના પર સફેદ સુખદાયી વસ્ત્ર પથરાવ્યા. (કુલીન-સુશીલ સ્ત્રીઓ પોતાના સૌંદર્યનું પ્રદર્શન કરી બીજાની વાસના ભડકાવવાનું ભયંકર પાપ કરવા ઇચ્છતી નથી. તેથી આવા પરદા વગેરેની મર્યાદામાં રહેતા હતા. ઉત્તમ કુળના હોવું એનો અર્થ જ છે કે મર્યાદાશીલ હોવું... આજના યુગમાં આવી મર્યાદા તૂટવા માંડી છે. આખો પરિવાર સાથે બેસી ધર્મચર્ચા કરવાનું છોડી સજ્જન એક્લો પણ ન જોઈ શકે એવા દશ્યો ટી.વી. વગેરેમાં જુએ છે ! એનું શું પરિણામ આવી રહ્યું છે, તે સહુ બરાબર જાણે છે... સમાચારોમાં સાંભળે-વાંચે છે.)
સૂત્ર ૬૫) પછી કૌટુંબિક પુરુષોને બોલાવી કહ્યું – અષ્ટાંગમહાનિમિત્તના સૂત્ર-અર્થના જાણકાર, વિવિધ શાસ્ત્રોમાં કુશળ, સ્વપ્નલક્ષણપાઠકોને શીધ્ર | ૧૧૦
Gain Education Interational
For Private & Fersal Use Only
wwwbaar