________________
६४. निसीइत्ता अप्पणो उत्तरपुरच्छिमे दिसीभाए अट्ट भद्दासणाई सेयवत्थ-पचुत्थयाई सिद्धत्थय-कय-मंगलोवयाराई रयावेइ, रयावित्ता अप्पणो अदूरसामंते णाणामणि-रयण-मंडियं अहिअपिच्छणिज्नं महग्घ-वर-पट्टणुग्गयं, सण्हपट्ट-भत्तिसय-चित्तताणं, ईहामिय-उसभ-तुरग-नर-मगरविहग-वालग-किंनर-रुरु-सरभ-चमर-कुंजर-वणलय- पउमलय- भत्तिचित्तं, अभिंतरिअं जवणिअं अंछावेइ, अंछावित्ता नाणामणि-रयणभत्तिचित्तं अत्थरय-मिउ-मसूर-गोत्थयं सेअवत्थ-पचुत्थयं सुमउअं अंगसुहफरिसगं विसिट्ठ तिसलाए खत्तिआणीए भद्दासणं रयावेइ, रयावित्ता कोडुबिअपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी ॥६४।।
સૂત્ર ૬૦ + ૬૧ +૬૨ + ૬૩) પ્રભાત અને અરુણોદય પછી કબૂતરના પગ, ચણોઠી, કિંશુક વગેરે જેવો લાલ રંગ ધારણ કરી સૂર્ય આકાશમાં આવ્યા પછી સિદ્ધાર્થ રાજા જાગૃત થઇ પલંગ પરથી ઉઠ્યા. પછી વ્યાયામ, યોગ, કુસ્તી, મલ્લ યુદ્ધ વગેરે કરી પરિશ્રાંત થયા. પછી આ પરિશ્રમ દૂર કરાવવા વિવિધ શતપાક, સહસ્ત્રપાક વગેરે તેલથી કુશળ, દક્ષ, થાકે નહીં તેવા પુરુષો પાસે પ્રીતિકર, કામવર્ધક, બળવર્ધક એવું મર્દન કરાવ્યું કે જેથી થાક ઉતરી ગયો. અને હાડકા, માંસ, ચામડી અને રોમરાજને પોષણ મળ્યું. એ પછી શ્રી સિદ્ધાર્થરાજા સ્નાનગૃહમાં ગયા. આ સ્નાનગૃહનું ભૂમિતળ અનેક મણિરત્નોથી સુશોભિત હતું. અને ગોખલા મોતીઓની માળાથી સુશોભિત હતા. સ્નાનગૃહમાં વચ્ચે વિવિધ મણિ-રત્નો જડેલી સ્નાન પીઠિકા હતી. એના પર બેસી સિદ્ધાર્થરાજાએ ફુલયુક્ત પાણીથી, ચંદનવગેરે સુગંધી દ્રવ્યોથી યુક્ત પાણીથી, ગરમ પાણીથી, તીર્થજળથી, શુદ્ધ નિર્મળ જળ વગેરેથી સ્નાન કર્યું. પછી શ્રેષ્ઠ વસ્ત્રથી (ટુવાલ જેવા) શરીર લૂછી મૂલ્યવાળા શ્રેષ્ઠ અખંડ વસ્ત્રો ધારણ કર્યા. ચંદનાદિ સુગંધી દ્રવ્યોનું વિલેપન કરાવ્યું. માથે મુગટ, કાને કુંડળ, હાથે બાજુબંધ, ગળામાં હાર, અર્ધહાર, ત્રિશુરવાળો હાર ઇત્યાદિ અલંકારો ધારણ કર્યા. દસે આંગળીએ વીંટીઓ પહેરી. પરાક્રમસૂચક વીરવલય ધારણ કર્યા.
૧૯
library
dan Education
matonal
For Private Fessel Use Only
ID