________________
५३. से वि य णं दारए उम्मुक्कबालभावे विण्णाय-परिणयमित्ते जुव्वणगमणुपत्ते सूरे वीरे विक्कंते वित्थिण्ण-विउलबलवाहणे रज्जवई राया भविस्सइ । IIII તે આરોગ્ય, ચિત્તની પ્રસન્નતા, દીર્ધાયુષ્ય અને વાંછિત વસ્તુની પ્રાપ્તિ કરાવનારાં છે. વળી આ સ્વપ્નોના મહિમાથી મણિ, સુવર્ણ વગેરે ધનનો તથા પાંચેય ઇન્દ્રિયોના શબ્દાદિ ભોગોનો લાભ થશે, પુત્રનો, મનની શાંતિરૂપ સુખનો અને સમગ્ર રાજ્યનો લાભ થશે. (રાજા,અમાત્ય, મિત્ર, કોશ, રાષ્ટ્ર, દુર્ગ અને સેના આ સાત અંગ છે.) આમ સામાન્યથી લાભ બતાવી હવે મુખ્ય ફળ બતાવે છે. તમે નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં એક અતિ રૂપાળા પુત્રને જન્મ આપશો. તે પુત્ર આપણા કુળમાં વિજયધ્વજની જેમ અતિ અદ્ભુત થશે, દીપકની જેમ આપણા કુળનો પ્રકાશક તથા મંગલકારક થશે. પર્વતની જેમ પરાભવ પામશે નહિ અને સ્થિર એવો તે કુળનો આધાર થશે. મુગટની જેમ કુળની શોભા વધારશે. તેથી કુળમાં તિલકસમાન થશે. શુભ આચરણથી કુળની કીર્તિ વધારશે, કુળનું ભરણ-પોષણ કરશે, સૂર્યની જેમ કુળનો પ્રકાશ કરશે, પૃથ્વીની જેમ કુળનો આધાર થશે. કુળમાં સર્વ પ્રકારે વૃદ્ધિ કરશે, યશ વધારશે. (અહીં એક દિશામાં ફેલાય તે કીર્તિ અને સર્વ દિશામાં ફેલાય તે યશ જાણવો.) વળી તે પુત્ર વૃક્ષની જેમ કુળમાં છાયા કરનારો અને આશ્રય દેનારો થશે. એવા તે ઉત્તમ પુત્રનું શરીર પણ ઘણું શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત તથા કોઇ ખોડખાપણ વિનાનું તથા બધા અવયવો અને પાંચેય ઇન્દ્રિયોથી પરિપૂર્ણ હશે. તેના હાથ પગનાં તળિયા સુકુમાર હશે તથા પુરુષને યોગ્ય માનથી, ઉન્માનથી અને પ્રમાણથી યુક્ત થશે. બધા અંગ ઉપાંગોથી સુશોભિત તે પુત્ર ચંદ્રની જેમ સૌમ્ય કાન્તિવાળો તથા બધાને વારંવાર દર્શન કરવા યોગ્ય થશે.
સૂત્ર ૫૩) ‘વળી બાલ્યકાળ વ્યતીત થતાં તે બધા વિજ્ઞાનનો પાર પામશે અને યૌવન પ્રગટતા તો તે દાનમાં અને પ્રતિજ્ઞાપાલનમાં શૂર થશે, યુદ્ધમાં વીર | ૧૦૩
dan Education intematonal
For Private & Fessel Use Only
www.ebary DID