________________
ત્યા.
४९. तए णं सा तिसला खत्तिआणी सिद्धत्थेणं रण्णा अब्भणुण्णाया समाणी नाणामणि- कणग-रयण - भत्तिचित्तंसि भद्दासणंसि निसीयइ, निसीइत्ता सत्था वीसत्था सुहासणवरगया सिद्धत्थं खत्तियं ताहिं इट्ठाहिं जाव संलवमाणी संलवमाणी एवं वयासी ॥४९॥
५०. एवं खलु अहं सामी ! अज तंसि तारिसगंसि सयणिचंसि वण्णओ जाव पडिबुद्धा, तं जहा गयवसह० गाहा । तं एएसिं सामी ! उरालाणं चउदसण्हं महासुमिणाणं के मन्ने कल्लाणे फलवित्तिविसेसे भविस्सइ ? ॥५०॥
સૂત્ર ૪૮) ત્રિશલાદેવી આ ચૌદ સ્વપ્નો જોઈ અતિ હર્ષ પામ્યાં યાવત્ કદંબપુષ્પની જેમ વિકસિત રોમરાજીવાળા થયા. પછી ત્રિશલાદેવી એ સ્વપ્નોનું સ્મરણ કરી પલંગપરથી નીચે ઉતર્યા અને ઉત્સુકતા, ચપળતા તથા સ્ખલના વિનાની તથા રાજહંસી જેવી ચાલથી મધ્યમ ચાલે ચાલતાં ચાલતાં સિદ્ધાર્થ રાજાનાં શયનકક્ષમાં આવી મધુર, માંગલિક, મનોજ્ઞ, વિનયથી કોમળ વગેરે વિશેષણયુક્ત ભાષાથી સિદ્ધાર્થ રાજાને જગાડ્યા.
સૂત્ર ૪૯) પછી સિદ્ધાર્થરાજાની આજ્ઞાથી ઉત્તમ મણિરત્નોથી જડેલા સુવર્ણના ભદ્રાસન ઉપર પોતે બેઠા. પછી વિસામો લઈ, ક્ષોભ ત્યજી, ઉપર કહી તેવી મધુર વગેરે ગુણોવાળી ભાષાથી સિદ્ધાર્થ રાજાને કહ્યું...
સૂત્ર ૫૦) ‘હે સ્વામિન્ ! આજે હું અર્ધજાગ્રત અવસ્થામાં હતી, ત્યારે ઉત્તમ, કલ્યાણકારી, શ્રેષ્ઠ, માંગલિક વગેરે ગુણોવાળાં ચૌદ મહાસ્વપ્નો જોઈ જાગી છું. એમ કહી પોતે જોયેલાં તે સ્વપ્નો જેવાં જોયાં હતા, તેવું યથાર્થ વર્ણન કરી ક્રમશઃ કહી સંભળાવ્યાં. પછી પૂછ્યું –‘સ્વામિન્ ! એવો પ્રશ્ન થાય છે કે – આ ઉત્તમ કલ્યાણકારી સ્વપ્નો જોવાથી કેવા લાભો થશે અને કેવું ફળ મળશે?’
Jain Education International
For Private & Personal Use Only
૧૦૧
jainelibrary.org