________________
૪૫. તો પુણો પુત્ર-રિંદ્ર-ની-TIRIT- યા-રોદિય-રાય-કIR'Iન્ન-વાહ-જી-સોrifધય-૪૪મ-મંગળ-ચંપsवररयणेहिं महियलपइट्ठियं गगणमंडलंतं पभासयंतं, तुंगं, मेरुगिरिसंण्णिगासं, पिच्छइ सा रयणनिकररासिं ।१३||४५||
४६. सिहिं च-सा विउलुजलपिंगल-महुघय-परिसिचमाण-निद्भूम-धगधगाइय-जलंत-जालुञ्जलाभिरामं, तरतमजोगजुत्तेहिं जालपयरेहि अण्णुण्णमिव अणुप्पइण्णं पिच्छइ जालुजलणगं अंबरं व कत्थइ पयंतं अइवेगचंचलं सिहिं ।१४।।४६|| વિવિધ જાતિના કૃષ્ણાગરુ, દશાંગ વગેરે ધૂપો અને સુગંધી દ્રવ્યોની મઘમઘતી સુવાસ સર્વત્ર ઉછળતી હોવાથી મનોહર બનેલું તે વિમાન, નિત્ય પ્રકાશવાળું અને વર્ણથી ઉજ્જવળ છે, તેની કાંતિ પણ ઉજ્જવળ છે, વળી તે ખાલી નહિ, પણ ઉત્તમ દેવોથી શોભી રહ્યું છે. શાતા વેદનીયવગેરે શુભકર્મજન્ય સુખો ભોગવવાનું ઉત્તમ સ્થાન છે. પુંડરીક કમળની જેમ અન્ય વિમાનો કરતાં અતિ શ્રેષ્ઠ આવા વિમાનને ત્રિશલા માતાએ બારમા સ્વપ્નમાં જોયું.
સૂત્ર ૪૫) તેરમાં સ્વપ્નમાં રત્નોનો રાશિ જોયો. તે રાશિમાં પુલાક, વજ, ઇન્દ્રનીલ, કર્કતન, લોહિતાક્ષ, મરકત, મારગલ, પ્રવાલ, સ્ફટિક, સૌગન્ધિક, હંસગર્ભ, અંજન, ચન્દ્રકાન્ત વગેરે સારભૂત રત્નોના સમૂહથી તે રત્નરાશિ એટલો મોટો છે કે જમીન ઉપર હોવા છતાં છેક આકાશના છેડાને પોતાની કાંતિથી પ્રકાશિત કરે છે. મેરુપર્વત જેટલા ઊંચા, શ્રેષ્ઠ અને મોટા રત્નરાશિને ત્રિશલામાતાએ તેરમાં સ્વપ્નમાં જોયો.
સૂત્ર ૪૬) છેલ્લા ચૌદમાં સ્વપ્નમાં નિધૂમ અગ્નિ જોયો. તે અગ્નિથી અને પીળા મધ વડે સિંચાયેલો હોવાથી ધૂમાડા વિનાની, “ધગધગ' અવાજ કરતી અને ઊંચે ઉછળતી મોટી-પહોળી જ્વાળાઓથી અતિ ઉજ્જવળ છે. અને અતિશય શોભે છે. વળી નાની-મોટી જ્વાળાઓ પરસ્પર એકબીજામાં પ્રવેશ કરતી હોય તેમ
dan Education Interational
For Private & Fersonal Use Only
www.nelibrary.org