________________
- થા. (૩)
___४२. तओ पुणो रविकिरण-तरुण-बोहिअ-सहस्सपत्त-सुरभितर-पिंजरजलं, जलचर-पहकर-परिहत्थग-मच्छपरिभुञ्जमाण-जलसंचय, महंतं, जलंतमिव कमल-कुवलय-उप्पल-तामरस-पुंडरीयोरु-सप्पमाण-सिरिसमुदएणं रमणिज्जरूवसोहं, पमुइअंत-भमरगणमत्तमहुअरिगणुक्करोलि (लि) जमाण-कमलं, (२५०) कार्यबग-बलाहय-चक्क-कलहंस-सारस-गव्विअ-सउणगणमिहुण-सेविजमाणसलिलं, पउमिणि-पत्तोवलग्ग-जलबिंदु-निचयचित्तं पिच्छइ सा हिअय-नयणकंतं, पउमसरं नाम सरं, सररुहाभिरामं ॥१०॥४२॥
સૂત્ર ૪૧) નવમાં સ્વપ્નમાં રૂપાનો પૂર્ણ કળશ જોયો. તે જાતિવંત સુવર્ણની જેમ તેજસ્વી હોવાથી અતિ દીપ્ત અને નિર્મળ રૂપવાળો છે. નિર્મળ જળથી ભરેલો હોવાથી શુભસૂચક છે. દેદીપ્યમાન છે, કમળોના સમૂહથી બધી બાજુએ શોભે છે, બધા જ – એક પણ ન્યૂન નહીં એવા મંગલોનું સંકેતસ્થાન છે, અર્થાત્ તેનું દર્શન જીવનું બધી રીતે મંગલ કરે છે, આ કુંભ શ્રેષ્ઠ રત્નમય વિકસિત કમળ ઉપર મુકેલો છે, નેત્રોને આનંદ કરનારો છે, કાંતિથી અનુપમ છે, સર્વ દિશાઓમાં પોતાની કાંતિથી પ્રકાશ કરે છે, પ્રશસ્ત લક્ષ્મીનું ઘર છે, સર્વ પાપોથી રહિત છે, આમ સર્વ રીતે શુભ છે, શોભાથી પણ શ્રેષ્ઠ છે. તથા આ કુંભના કંઠે સર્વ ઋતુઓના સુગંધી પુષ્પોની માળાઓ સ્થાપેલી છે, ત્રિશલા ક્ષત્રિયાણીએ એવા પૂર્ણ રજતકળશને નવમાં સ્વપ્નમાં જોયો.
સૂત્ર ૪૨) દશમાં સ્વપ્નમાં પદ્મસરોવર જોયું. તેનું પાણી હમણાં જ ઉગેલા સૂર્યના કિરણોથી ખીલેલાં સહસ્ત્રપત્ર વગેરે મોટાં કમળોની સુગંધોથી સુગંધવાળું અને તે કમળોના પરાગથી પીળું-લાલ મિશ્રરંગવાળું થયું છે. તે સરોવર ઘણા જળચર જીવોથી પરિપૂર્ણ છે. તે માછલાઓ તેના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. વળી સૂર્યવિકાશી કમળો, ચંદ્રવિકાશી કમળો, લાલ કમળો, મોટા કમળો, પુંડરીક કમળો વગેરે જાતિનાં શ્રેષ્ઠ કમળોની વિસ્તૃત શોભાથી તે સરોવર રમણીય રૂપવાળું છે. આ સરોવર કમળોના મકરન્દને ચૂસતા અને તેથી ચિત્તમાં અતિ આનંદ પામતા મા ભમરાઓ અને ભમરીઓના ઘણા સમૂહથી યુક્ત છે. વળી આ સરોવરમાં
I ૯૬
Jain Education interational
For Private & Fersonal Use Only