SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ३९. तओ पुणो तमपडल-परिप्फुडं चेव तेअसा पजलंतरूवं, रत्तासोग-पगास-किंसुअ-सुअमुह-गुंजद्धराग-सरिसं, कमलवणालंकरणं, अंकणं जोइसस्स, अंबरतलपईवं, हिमपडल-गलग्गहं, गहगणोरुनायगं, रत्तिविणासं, उदयत्थमणेसु मुहुत्तसुहदंसणं, दुण्णिरिक्खरूवं, रत्तिमुद्धत-दुप्पयारपमद्दणं, सीअवेगमहणं पिच्छइ मेरुगिरि-सयय-परिअट्टयं, विसालं, सूरं रस्सी-सहस्स-पयलिय-दित्तसोहं ७॥३९॥ (હકીકતમાં તો રોહિણી સત્તાવીશ નક્ષત્રોમાંનું એક નક્ષત્ર છે કે જેમાં રહેલો ચંદ્ર ઉચ્ચભાવ પ્રાપ્ત કરે છે.) અને સૌમ્ય અને મનોહરકાન્તિથી શોભે છે. ત્રિશલામાતાએ છઠ્ઠા સ્વપ્નમાં આવા પૂર્ણ ચંદ્રને જોયો. સૂત્ર ૩૯) પછી સાતમા સ્વપ્નમાં સૂર્ય જોયો. આ સૂર્ય અંધકારનો નાશ કરે છે. તેથી જાજ્વલ્યમાન રૂપવાળો છે. જો કે સૂર્યના બિમ્બમાં બાદરપૃથ્વીકાય જીવોનાં શરીરો શીતલ હોય છે, તો પણ તેઓને આતપ નામકર્મનો ઉદય હોવાથી તેના તેજ દ્વારા જીવો વ્યાકુળ થાય છે. વળી અશોકવૃક્ષ, પુષ્પિતપલાશપત્ર, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધભાગ વગેરેની જેમ રંગે લાલ, કમળના વનોને વિકસિત કરીને શોભાવતો, મેષાદિ રાશિઓમાં સંક્રમણ કરવા વગેરેથી જ્યોતિશ્ચક્રનાં લક્ષણોને જણાવતો, આકાશમાં પ્રકાશ કરતો, હિમના સમૂહનો પરાભવ કરતો, ગ્રહોનો નાયક, રાતના વિનાશનું કારણ, ઉદય અને અસ્ત વેળાએ એક મુહુર્ત સુખેથી જોઈ શકાય અને બાકીના સમયે દુઃખે જોઈ શકાય તેવો, રાતે ખોટા કામ કરનારા ચોર વગેરેના પાપ કાર્યોને અટકાવતો, ઠંડીનો નાશ કરતો, પોતાના એક હજાર કિરણોના પ્રકાશથી દીપ્ત, શેષ ચંદ્ર, તારા વગેરેની શોભાને હરતો, મેગિરિની ચારેય દિશાએ પરિભ્રમણ કરતો અને વિશાળ એવા સૂર્યને ત્રિશલામાતાએ જોયો. અહીં સૂર્યને સહસ્રરશ્મિ (હજાર કિરણોવાળો) કહ્યો, તે લોકપ્રસિદ્ધિની અપેક્ષાએ સમજવું. વસ્તુતઃ લૌકિકશાસ્ત્ર મુજબ એના કિરણો ક્યારેક વધારે પણ હોય છે. જેમ કે એ શાસ્ત્રમાં કહ્યું છે કે સૂર્ય ચૈત્ર મહીનામાં ૧૨૦૦, વૈશાખે ૧૩૦૦, જેઠમાં ૧૪૦૦, અષાઢમાં ૧૫૦૦, શ્રાવણમાં ૧૪૦૦, ભાદરવામાં | ૯૪ dan Education Interational For Private & Fessel Use Only W e llbrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy