________________
અને તેની ચારેય બાજુ રહેલાં છ વલયોનાં કમળો મળી કુલ એક કરોડ વીશ લાખ પચાસ હજાર એક સો વીશ કમળો છે.
આ શ્રી દેવીના બે ચરણો જાણે સોનાના ઘડેલા કાચબા હોય, તેવા ઉન્નત અને આંગળીઓ તરફ ઢળતા છે. દશેય આંગળીઓના નખ જાણે લાખ વગેરેથી રંગીને લાલ ન કર્યા હોય, તેવા લાલ છે. તથા માંસથી પુષ્ટ, પાતળા, સુંવાળા અને તેજસ્વી છે, પગની આંગળીઓ કોમળ અને શ્રેષ્ઠ છે, હાથ-પગના તળિયાં કમળપત્ર જેવાં સુકુમાર, જંઘાઓ ગોળ અને હાથીની સૂંઢની જેમ નીચે થોડી સ્કૂલ, પછી ક્રમશઃ ઉપર ઉપર વધારે સ્થૂલ છે, ઢીંચણના સાંધામાંસથી ઢંકાયેલા ગુપ્ત અને સાથળો હાથીની સૂંઢના જેવી પુષ્ટ અને મજબૂત છે, સુવર્ણનો કંદોરો ધારણ કરેલો હોવાથી તેમનો કટિભાગ મનોહર દેખાય છે, તેમની રોમરાજી અંજન, ભ્રમરો વગેરેના વર્ણ જેવી શ્યામ, કોમળ, સુંવાળી અને સૂક્ષ્મ છે, નાભિ ગંભીર છે, તેમનો કટિપ્રદેશ સિંહની કટિ જેવો કૃશ છે, ઉદરનો ભાગ ત્વચાની ત્રણ રેખાઓથી સુશોભિત છે, તેમનાં હૃદય ઉપર નિર્મળ અને ઉત્તમ જાતિના લાલ સુવર્ણના, પીળા સુવર્ણના, ચંદ્રકાન્ત વગેરે મણિઓના અને મોતીઓના હારો શોભે છે, તેમણે હાથે સુવર્ણનાં રત્નજડિત કંકણો પહેરેલા છે. તથા તેમની અંગુલીઓ ઉપર વિંટીઓ શોભે છે, તેમનાં હૃદયભાગે ધારણ કરેલી મોતીની માળાથી છાતી મોતીની માળાથી શોભતા સુવર્ણકળશ જેવી શોભે છે. વળી વચ્ચે વચ્ચે પાનાંથી શોભતા મોતીના ગુચ્છનો ઉજ્જવળ હાર, સોનૈયાની માળા તથા સુવર્ણમય દોરો પહેરવાથી તેમનું હૃદય અતિ શોભે છે, તેમનાં ખભા સાથે ઘસાતાં બે કર્ણકુંડલો પણ ઘણાં શોભે છે, એમ વિવિધ આભરણો અને અલંકારોની શોભાથી તેમનું મુખકમળ મોટા પરિવારથી કુટુમ્બનો વડો શોભે તેમ શોભે છે. તેમનાં નેત્રો કમળ જેવાં નિર્મળ લાંબા અને મનોહર છે, બન્ને હાથમાં પકડેલા એક એક કમળમાંથી મકરન્દનાં બિન્દુઓ ઝરે છે, દેવોને પસીનો થતો નથી. છતાં તેમણે લીલામાટે એક હાથમાં સુન્દર પંખો ધારણ કરેલો છે, તેમનાં મસ્તકમાં વાળ સુંવાળા, તેજસ્વી, કોમળ અને સૂક્ષ્મ છે, વચ્ચે વચ્ચે ઓછા નહીં, પણ ભરપૂર તથા સુંદર ગુંથેલા છે. આવા શ્રીદેવી ઉપર જણાવ્યું તે કમળમાં બેઠાં છે, અને ઐરાવણ વગેરે
For Private & Fesson
Use Only