________________
છે ?
આ જંબદ્વીપમાં ભરતક્ષેત્રની ઉત્તરે હિમવંત નામે સોનાનો પર્વત છે. તે સો યોજન ઊંચો અને એક હજાર બાવન યોજન બાર કળા જેટલો (૧૦૫૨ ૧૨/ ૧૯ યોજન) પહોળો છે. તેના મધ્યભાગે પદ્મદ્રહનામે સરોવર છે. તે દશ યોજન ઊંડું, હજાર યોજન લાંબું અને પાંચસો યોજન પહોળું છે. તેનું તળિયું વજમય છે. આ સરોવરના મધ્યમાં એક મુખ્ય કમળ છે, તેની નાળ દશ યોજન લાંબી છે, પાણીથી આ કમળ બે કોશ ઊંચું છે અને એક યોજન લાંબું પહોળું ગોળ છે. તેનું મૂળિયું વજરત્નનું, કંદ રિષ્ઠરત્નનો અને નાળ નીલ રત્નનાં છે. તેની બહારનાં પાંદડાં લાલ સુવર્ણનાં અને અંદરની પાંદડીઓ પીળા સુવર્ણની છે. તે કમળમાં એક સુવર્ણમય કર્ણિકા છે. તે બે કોશ લાંબી-પહોળી અને એક કોશ ઊંચી તથા લાલ સોનાની કેસરાઓથી સુશોભિત છે. આ કર્ણિકા ઉપર શ્રીદેવીનું ભવન છે. આ ભવન એક કોશ લાંબું, અડધો કોશ પહોળું અને ચૌદસો ચુંમાલીસ ધનુષ્ય ઊંચું છે. તેને પૂર્વ, દક્ષિણ અને ઉત્તર એમ ત્રણ દિશાએ પાંચશો ધનુષ્ય ઊંચા અને અઢીસો ધનુષ્ય પહોળા ત્રણ દ્વાર છે. આ ભવનની મધ્યમાં અઢીસો ધનુષ્ય લાંબી-પહોળી એક રત્નમય પીઠિકા છે. તેની ઉપર શ્રીદેવીની શય્યા છે. આ મુખ્ય કમળને ફરતાં ચારે ય દિશામાં શ્રીદેવીનાં આભરણોથી યુક્ત એક સો આઠ કમળો વલયાકારે રહેલા છે. તે પ્રત્યેકનું પ્રમાણ મુખ્ય કમળથી અડધું જાણવું. એમ પછી પછીના બધા વલયો પૂર્વ પૂર્વ વલયનાં કમળોથી અડધા પ્રમાણવાળા સમજવાં. આમ પ્રથમવલયમાં આભરણોના એકસો આઠ કમળો છે. તેને ફરતાં બીજા વલયમાં વાયવ્ય, ઉત્તર અને ઈશાનમાં ચાર હજાર સામાનિક દેવોનાં ચાર હજાર કમળો, પૂર્વદિશાએ ચાર મહર્લૅિક દેવીઓનાં ચાર કમળો, અગ્નિકોણમાં ગુરુસ્થાનીય અભ્યતર પર્ષદાનાં દેવોના આઠ હજાર કમળો, દક્ષિણમાં મિત્રતુલ્ય મધ્યમ પર્ષદાના દેવોના દશ હજાર કમળો, નૈઋત્યકોણે કિંકરતુલ્ય બાહ્યપર્ષદાના બાર હજાર દેવોનાં બાર હજાર કમળો અને પશ્ચિમમાં (હાથી, ઘોડા, રથ, પદાતિ, પાડા, ગંધર્વ અને નાટ્ય આ) સાત સૈન્યના સેનાપતિઓનાં સાત કમળો છે. તેને ફરતાં ત્રીજા વલયમાં સોળ હજાર અંગરક્ષક દેવોને રહેવાનાં સોળહજાર કમળો ચારેય દિશામાં રહેલા છે. ચોથા વલયમાં અભ્યન્તર આભિયોગિક દેવોનાં બત્રીસ લાખ કમળો, પાંચમાં વલયમાં મધ્યમ આભિયોગિક દેવોનાં ચાલીશ લાખ કમળો અને છઠ્ઠા વલયમાં બાહ્ય આભિયોગિક દેવોનાં અડતાળીશ લાખ કમળો છે. એમ મૂળ કમળ ૯
Gain Education Wemal
www.stellbary.org