________________
३०. ते णं काले णं ते णं समए णं समणे भगवं महावीरे तिन्नाणोवगए आवि होत्था, साहरिजिस्सामित्ति जाणइ, साहरिजमाणे नो जाणइ, साहरिएमि ત્તિ નાગરૃ liરૂપા. પોતાનો ભાગ ભજવવા તૈયાર થયા, એક અદ્ભુત કર્મનાટક.. એક જ ગર્ભસંહરણનો પ્રસંગ... ત્રણેયના તે - તે કર્મના હિસાબ મળી ગયા.. અભિમાન કેટલું ભયંકર ફળ આપે છે, તે પ્રભુના પ્રસંગથી, તો ચોરીની આકરી સજા શું હોય, તે દેવાનંદાના તીર્થકર જેવા ઉત્કૃષ્ટરત્નના સંદરણના પ્રસંગથી સમજી લઈ આ બંનેથી દૂર રહેવા જવું છે.)
સૂત્ર ૨૯) ગર્ભનું આ સંહરણ આસો મહિનાના કૃષ્ણ પક્ષના તેરસની મધ્યરાતે એટલે કે દેવાનંદાની કુક્ષીમાં ભગવાનના વ્યાશી દિવસ પૂર્ણ થયા ત્યારે થયું. તે વખતે ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો. અહીં કવિ ઉભેક્ષા કરે છે કે – જાણે કે સિદ્ધાર્થરાજાના કુળરૂપી આતના ઘરે પ્રવેશ કરવા માટે ઉત્તમ મુહૂર્તના ક્ષણની રાહ જોવા માટે જ જેઓ બ્રાહ્મણના આવાસમાં વ્યાંશી દિવસ રહ્યા, તે ચરમ જિનેશ્વર ભગવાન અમને પવિત્ર કરો.
સૂત્ર ૩૦) સંદરણ વખતે ભગવાન ત્રણ જ્ઞાનવાળા હોવાથી જાણતા હતા કે મારું સંહરણ થશે. સંકરણ થયા પછી જાણ્યું કે મારું સંહરણ થયું. પણ સંહરણ થતી વખતે મારું સંકરણ થઈ રહ્યું છે.” તે જાણ્યું નહીં. અહીં ભગવાન હરિëગમેષી દેવા કરતાં વધુ બળવત્તર અવધિજ્ઞાનવાળા હોવાથી અને સંહરણની ક્રિયા અસંખ્ય સમયની હોવાથી ભગવાન ‘મારું સંકરણ થઈ રહ્યું છે.’ એમ જાણતા હોવા છતાં એ કાર્ય દેવે એવી કુશળતાથી અને જરા પણ પીડા ન થાય એમ કર્યું કે જાણે ભગવાનને કશી ખબર પડી નહીં. આમ જાણવા છતાં ‘ન જાણું' એમ વ્યવહારમાં બોલાય છે. કોઈ કાંટો એવી કુશળતાથી કાઢે તો બીજો કહે છે – “તેં એવી રીતે કાઢ્યો કે મને ખબર પડી નહીં.” સિદ્ધાંતમાં પણ અતિ સુખના કાળમાં આ રીતે બોલાતા વાકયોનો નિર્દેશ કર્યો છે, જેમકે કહ્યું છે-ત્યાં શ્રેષ્ઠ દેવીઓનાં ગીત અને વાજિંત્રના શબ્દોથી નિત્ય સુખી અને પ્રમુદિત વ્યંતર દેવો સમય ક્યાં પસાર થઈ ગયો, તે જાણતા પણ નથી.
૮૩
Gain Education Interational
For P
a
l Use Only
www.
bary ID