________________
CULL
(૨)
Jain Education intern
२९. ते णं काले णं णं समए णं समणे भगवं महावीरे जे से वासाणं तच्चे मासे पंचमे पक्खे आसोअबहुले, तस्स णं आसोअबहुलस्स तेरसीपक्खेणं बासीइराइदिएहिं विइक्वंतेहिं तेसीइमस्स राइदिअस्स अंतरा वट्टमाणे हिआणुकंपएणं देवेणं हरिणेगमेसिणा सक्कवयण-संदिद्वेणं माहणकुंडग्गामाओ नयराओ उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारिआए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छीओ खत्तिअकुंडग्गामे नयरे नायाणं खत्तिआणं सिद्धत्थस्स खत्तिअस्स कासवगुत्तस्स भारिआए तिसलाए खत्तिआणीए वासिद्धसगुत्ताए पुव्वरत्ता- वरत्त - कालसमयंसि हत्थुत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं अव्वाबाहं अव्वाबाहेणं दिव्वेणं पहावेणं कुच्छिंसि गन्भत्ताए साहरिए ॥ २९ ॥
આદિ સર્વ પરિવારને અવસ્વાપિની નિદ્રા આપી તથા અશુભ પુદ્ગલો દૂર કરી શુભ પુદ્ગલો દાખલ કરી પુત્રીના ગર્ભને લઈ ભગવાનના ગર્ભને ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં પધરાવ્યો. અર્થાત્ સંક્રમાવ્યો અને જે પુત્રીનો ગર્ભ હતો, તે દેવાનંદાની કુક્ષિમાં સંક્રમાવ્યો.
આ પ્રમાણે ઇન્દ્રની આજ્ઞાનુસાર કામ કરી દેવ પાછો આવ્યો. આવીને ઇન્દ્ર મહારાજને કહ્યું કે ‘આપની આજ્ઞા પ્રમાણે કરી આવ્યો.’ એમ આશા પાછી આપી. ઇન્દ્ર પણ ખુશ થયા. (અવસ્વાપિની વિદ્યાનો ઉપયોગ પ્રભવે જંબૂસ્વામીના ઘરમાં ચોરી કરવા કરેલો, આ દેવે ગર્ભ સંહરણ રૂપ ઉત્તમ કાર્ય માટે કર્યો. તેથી કહી શકાય કે ઉત્તમ વસ્તુ, વિદ્યા કે લબ્ધિ પણ વિવેકયુક્ત હોય, તો ભદ્રંકર, નહીં તો ભયંકર. દેવે ભગવાનને માત્ર ગર્ભરૂપે જોવા છતાં તરત જ પ્રણામ કર્યાં... ઉત્તમ પુરુષોના દર્શનથી આનંદ થવો જોઈએ અને પ્રણામ કરવા જોઈએ. એનાથી સૌભાગ્યઆદિ શુભનો લાભ થાય, નહિંતર દૌગ્યિાદિ અશુભનો ગેરલાભ થાય. સારું કાર્ય પણ જેને અંગે કરવાનું છે, તેની અનુજ્ઞાપૂર્વક કરવું જોઈએ, એવો ધ્વનિ દેવે ભગવાનની અનુજ્ઞા માંગી એનાથી જણાઈ આવે છે. કોઈએ સોંપેલુ કાર્ય પૂર્ણ ત્યારે જ થયું કહેવાય, જ્યારે તમે તે વ્યક્તિને ‘આ કાર્ય થઈ ગયું છે' એમ જણાવો. નહિંતર કરનાર થઈ ગયાની નિરાંતમાં હોય ને સોંપનાર ‘થયું હશે કે નહીં’ એવી આશંકાથી ચિંતામાં જ મર્યા કરે. ભગવાનનો કુળમદજન્ય નીચગોત્રનો હિસાબ પૂરો થયો હતો, દેવાનંદાનું પૂર્વભવમાં રત્નનો ડબ્બો ચોરવાના પાપનો ઉદય થઈ રહ્યો હતો... તો ત્રિશલા માતાનું પૂર્વ ભવમાં ચોરાયેલા ડબ્બાનું વળતર આપતું કર્મ ઉદયમાં આવી રહ્યું હતું... એક સાથે ત્રણેયના જુદા-જુદા કર્યો પોત
Www.jainellbory big