________________
जालंधरसगुत्ताए कुच्छिंसि गठभत्ताए साहरइ, साहरित्ता जामेव दिसिं पाउन्भूए तामेव दिसिं पडिगए ॥२७॥ २८. ताए उक्किट्ठाए, तुरियाए, चवलाए, चंडाए, जयणाए, उ आए, सिग्घाए, दिव्वाए, देवगईए तिरिअ-मसंखिजाणं दीवसमुद्दाणं मज्झंमज्झेणं जोयण-सयसाहस्सिएहिं विग्गहेहिं उप्पयमाणे उप्पयमाणे जेणामेव सोहम्मे कप्पे सोहम्मवडिंसए विमाणे सक्कंसि सीहासणंसि सक्के देविंदे देवराया, तेणामेव उवागच्छइ, उवागच्छित्ता सक्कस्स देविंदस्स देवरन्नो एअमाणत्तिअं खिप्पामेव पच्चप्पिणइ ॥२८॥
સૂત્ર ૨૬-૨૭+૨૮) ઇન્દ્રનો આદેશ સાંભળી અત્યંત હર્ષ-પ્રીતિ-આનંદ પામેલા હરિશૈગમેલી દેવે બે હાથ જોડી “જેવી આપની આજ્ઞા’ એમ કહી આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. પછી ઈશાન દિશામાં જઈવૈક્રિય સમુદ્ધાત કરી ઊંચાઈમાં સંખ્યાતા યોજનના પ્રમાણવાળો અને શરીર જેટલી જાડાઈવાળો દંડ કર્યો. દંડાકારે આત્મપ્રદેશો ગોઠવ્યા. કર્કેતન રત્ન, હીરા, નીલરત્ન, લોહિતાક્ષ રત્ન, મસારગલ, હંસગર્ભ, પુલાક, સૌગન્ધિક, જ્યોતીરસ, શ્યામ, અંજનપુલાક, જાતરૂપ, સુભગ, અંક, સ્ફટિકરત્ન અને રિસ્ટરત્ન આ સોળ જાતિના રત્નો જેવા શ્રેષ્ઠ, તેમાંય બાદર અસાર પુદ્ગલોને છોડી સૂક્ષ્મ સારભૂત પુદ્ગલો ગ્રહણ કરી બીજા વૈક્રિયસમુદ્ધાત દ્વારા (જન્મના વૈક્રિય શરીરની અપેક્ષાએ બીજું) વૈક્રિય શરીર રચ્યું. પછી મનોહર, તરાવાળી, ઉત્સુકતા અને ચપળતાથી યુક્ત તથા બીજી બધી ગતિને હરાવી દે તેવી તથા વિદન દૂર કરે તેવી દેવયોગ્ય ગતિથી અસંખ્ય દ્વીપ-સમુદ્રને ઓળંગતા અને ઝડપથી નીચે ઉતરતા-ઉતરતાં જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડનગરમાં દેવાનંદા બ્રાહ્મણી પાસે કે જ્યાં ભગવાન અવતર્યા હતા, ત્યાં આવ્યો. ભગવાનનું દર્શન થતાં જ પ્રણામ કરીને દેવાનંદાના પરિવારને અવસ્થાપિની નિદ્રાથી નિદ્રાધીન કર્યો. અશુભ પુગલોને દૂર કરી શુભ પુદ્ગલોનું સ્થાપન કરીને “હે ભગવન! મને અનુમતિ આપો’ એમ પ્રાર્થના કરી. પોતાની દેવશક્તિથી માતાને અને ભગવાનને જરાય પીડા ન થાય, તેમ ગર્ભને હાથનાં સંપુટમાં ગ્રહણ કર્યા. ત્યાંથી ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલા ક્ષત્રિયાણી પાસે આવ્યો. ત્યાં ત્રિશલા
I ૮૧
dan Education litematonal
For Private & Feste Use Only
www.albaryong