________________
TV
सूयगडा-IN
सूत्रं दीपिकाવિતમ્
સૂત્રકતાંગ સૂત્ર મૂળ, નિયુક્તિ અને ટીકા-શ્રીઆગમેદય સમિતિ તરફથી પ્રથમ પ્રસિદ્ધ થઈ છે, બાદ શ્રીગે પાર્શ્વનાથજીની રાનસમિતિ મુંબઈ તરફથી બે ભાગમાં પ્રસિદ્ધ થઈ છે. પ્રથમના સંશોધક આચાર્ય આનંદસાગરસૂરિજી છે અને બીજી આવૃત્તિના સંશોધક આચાર્ય ચંદ્રસાગરસૂરિજી છે.
દીપિકા-ઉપરના સૂત્રની દીપિકાનું નામ સભ્યત્વદીપિકા પણ છે. તે સિવાય આ સૂત્ર ઉપર આચાર્ય હેમવિમળસૂરિના શિષ્ય હર્ષ કુલ ગણિએ સં. ૧૫૮૩માં લોકસંખ્યા ૬૬૦૦-૭૦૦૦ પ્રમાણુની રચી છે જે બાબુ ધનપતસિંહજી તરફથી મુદ્રિત થઈ છે. તેમ આ સૂત્ર પર બાળાવબોધ પાર્ધચંદ્રસૂરિએ કરેલ છે જેને સમાવેશ પણ તેમાં કરવામાં આવ્યો છે.
બીજી દીપિકા શ્રીસાધુરંગોપાધ્યાયે રચી છે જે અમે આ સાથે પ્રકાશિત કરી રહ્યા છીએ. આ દીપિકા શ્રીગેડીજી તરફથી પ્રકાશિત થવાની હતી પણ સગવશ બાકી રહી ગઈ અને તેની પ્રેસકોપી ગણિ શ્રી બુદ્ધિમુનિજી તરફથી મળી, જે અમે પ્રકાશિત કરી શકયા છીએ. સૂત્રને ટબ (બાળાબેધ) ગુજરાતી ભાષાંતર મુનિ શ્રીમાણેકસૂરિજી વગેરે તરફથી પ્રકાશિત થયા છે. અંગ્રેજીમાં હર્મન જેકેબી તરફથી ભાષાંતર થયું છે.
વિષય સ્વસિદ્ધાન્ત પરસિદ્વાન, સ્વ અને પર સિદ્ધાન્ત જીવ, અજીવ, જીવાજીવ, લેક, અલોક, લોકાલોક, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ સુધીના પદાર્થો, બીજા ધર્મોથી મોહિત થએલા સંદિગ્ધ દશામાં થતા નવદીક્ષિતેની બુદ્ધિની શુદ્ધિ માટે ૧૮૦ ક્રિયાવાદિના મત, ૮૪ અક્રિયાવાદિના મત, ૬૭ અજ્ઞાનવાદિના મત, અને ૩૨ વિનયવાદીના મત કુલ્લે ૩૬૩ અન્ય દષ્ટિએન (પરપાખંડીઓના) મત કે જેઓ શ્રીમહાવીર પ્રભુના સમયમાં અસ્તિત્વ ધરાવતા હતા તેની નિયમાવલીની તુલના કરી છે. અને અંતમાં બતાવ્યું છે કે અહિંસા ધર્મના મૂળરૂપ ધમ શ્રેષ્ઠ ધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only