________________
Jain Education
પ્રકાશકીય નિવેદન
આગમ વિભાગના અપ્રગટ ગ્રંથાની અમારી પ્રકાશન યેાજનામાં આ તૃતીય પ્રકાશન પ્રગટ કરતાં અનહદ આન ંદ ચાય છે. આ ગ્રંથને બે ભાગમાં પ્રકાશન કરવાનું વિચાર્યું" છે, કારણ કે ગ્રંથ આખા તૈયાર કરવામાં ઘણા સમય થાય, જેથી પ્રથમ શ્રુતસ્કંધ પ્રકાશિત કરીએ છીએ. ફર્મા ૨૭ છે.
આ ગ્રંથનું નામ પ્રાકૃતમાં સૂયગડાંગ અને સંસ્કૃસ્તમાં સૂત્રકૃતાંગ છે. ગ્રંથને અંગે સામાન્ય માહિતી જાણવી જરૂરી છે, જે આપવી યેાગ્ય ગણાશે.
અગીઆર અંગસૂત્રમાં સૂયગડાંગનું સ્થાન બીજા સૂત્ર તરીકે છે. સૂત્રકૃતાંગ સૂત્ર મૂલના કર્યાં સુધર્માસ્વામી ગણધર. ભાષા પ્રાકૃત (અર્ધમાગધી), ક્ષેાકસંખ્યા ૨૧૦૦ તેમાં એ શ્રુતસ્ક ંધ, પહેલામાં ૧૬ અને બીજામાં ૭ મળી ૨૩ અધ્યયન છે. સૂત્રકૃતાંગ સૂત્રમાં સ્વદર્શન (જૈનદર્શન)નુ ં સ્થાપન અને પરદર્શન (ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, જગત્કર્તૃત્વવાદી આઢિવાદીએ)નુ નિરાકરણ છે.
સૂત્રકૃતાંગ સૂત્રની નિયુક્તિ ગાથા ૨૦૫-૨૦૮ની છે, શ્લાકસંખ્યા ૨૬૫ થાય, કર્તા ભદ્રબાહુસ્વામી છે. આ સૂત્ર ઉપર ભાષ્ય નથી. આ સુત્ર ઉપર સૃષ્ટિ શ્લેાકસંખ્યા ૯૯૦૦ પ્રાકૃત સ ંસ્કૃતમાં છે, તેના કર્તા જિનદાસણ મહત્તર છે, ચીનુ' પ્રકાશન આગમપ્રભાકર શ્રીપુણ્યવિજયજી મહારાજ કરી રહ્યા છે. (જે અગાઉ ઋષભદેવજી કેશરીમલજીની પેઢી રતલામ તરફથી પ્રકાશિત થઈ છે); ટીકા-આ સૂત્ર ઉપર શ્રીશીલાંકાચાર્યની ટીકા છે સંસ્કૃતમાં. જેની શ્લેાકસંખ્યા ૧૨૮૫૦ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org