________________
પ્લેસ્કોએ ભંગ કરેલ હોવાથી તેને બદલે શ્રી અજિતનાથનું નવીન મોટું બિંબ કરાવી પધરાવ્યું ને તેમાં સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી. I(સં. ૧૪૭૯). વિશેષમાં ગોવિંદે સંઘપતિ થઈ શત્રુંજય, ગિરિનાર અને સોપારકની યાત્રા કરી; જયચંદ્ર વાચકને ઉક્ત સૂરિએ આપેલા જસૂરિપદનો ઉત્સવ કર્યો (સો.સૌ. સર્ગ ૭)
ચાંપાનેરનો રાજા જયસિંહ (પતાઈ રાવળ) સોમસુંદરસૂરિના શિષ્ય સોમદેવસૂરિનાં વચનોથી મસ્તક નમાવતો હતો. (સો. સૌ. ૧૦, લો. ૪૦-૪૧, ગુરુ ગુણરત્નાકર કાવ્ય ૧, ૧૯૮),
જૂનાગઢમાં લક્ષ્મીસાગરે નાની વય છતાં દુર્વાદીનો મદ ઉતારી મહિપાલ આદિ રાજાઓનાં ચિત્તને રંજિત કર્યું (ગુ. ૨.૧, ૮૫) રા મંડલીક ત્રીજો) સ. ૧૫૭માં ગાદીએ આવ્યો તે જ વર્ષના માઘ(વદિ) સપ્તમી ગુરુવારે વૃદ્ધ તપ ગચ્છના રતસિહસૂરિના પટ્ટાભિષેકને અવસરે પંચમી * અષ્ટમી ચતુર્દશી દિનોમાં સર્વ જીવની અમારિ પ્રવર્તાવી, જ્યારે એકાદશી અને અમાવાસ્યામાં તેનું પાલન પૂર્વે થતું જ હતું. (ઉપરકોટમાંનો શિલાલેખ). તેના સમયમાં સં. ૧૫૦૯માં માઘ શુદિ અને દિને ગિરનાર પર શ્રી વિમલનાથનો પ્રાસાદ ખંભાતના સંઘપતિ શાણરાજે બંધાવ્યો ને તેમાં ઉક્ત રતસિહસૂરિએ પ્રતિષ્ઠા કરી (કે જેનો શિલાલેખ ત્યાં મોજૂદ છે). આ રાજા સોમદેવસૂરિની પૂરેલી અને વિદ્વાનોએ વર્ણવેલી મહા અર્થવાળી સમસ્યાને કર્ણથી સાંભળી ચમત્કૃત થયો હતો. (સોમ સૌભાગ્ય કાવ્ય ૧૦, શ્લોક ૩૮, ગુરુ ગુણરત્નાકર કાવ્ય ૧,૧૦૮)
૫ દીક્ષાગુરુ દેવસુંદરસૂરિ–ગ્રંથકારના દીક્ષાગુરુ દેવસુંદરસૂરિ હોય એમ જણાય છે (દીક્ષા-નામ મોહનનંદન અપાયું હોય એમ જીવીરવંશાવલી પરથી જણાય છે. તે સંબંધી હવે પછી જુઓ.) કારણ કે સં. ૧૪૫૫માં રચેલ વૈદ્યગોષ્ટી નામની પુસ્તિકામાં ગ્રંથકાર
પોતાને તે સૂરિના શિષ્ય તરીકે ઓળખાવી જ્ઞાનસાગરસૂરિ પાસેથી પોતે શીખેલ છે એમ જણાવે છે. સં. ૧૪૬૬માં રચેલી ગુવોવલા KIલો. ૪૨૦ ૨૧માં જણાવે છે કે તેમના શિષ્ય તરીકે ગુણરહિત હોવા છતાં મારા જેવાને વાચકોમાંના એક તરીકે ગણવામાં १ श्रीमत्तपागणनभोंगणभास्कराभश्रीदेवसुन्दरगणाधिपशिष्यकेण । श्रीज्ञानसागरगुरूत्तमपाठितेन बाल्येऽपि तर्ककुतुकान्मुनिसुन्दरेण ॥१॥
નૈવૈદ્યગોષ્ઠી અંતે.
4.
ક. ૨