SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अध्या. યવિ. ૬૦ વૃત્તિ. || ૭ || આવે છે, જેમ ગ્રહસ્વામીના પુત્ર તરીકે શનિને તે પાંગળો હોવા છતાં પણ ગ્રહમંડળમાં પૂજવામાં શું નથી આવતો ?—આવે છે તેમ. તેમના હસ્તકમલના વાસક્ષેપનો પ્રભાવ એવો છે કે જે મુકુટધારી (ગચ્છની ગાદીનો મુકુટ ધરનાર)થી હું મુનિસુંદર યોગ્ય થયો.' આમાં દેવસુન્દરસૂરિનો (નહિ કે સોમસુન્દરસૂરિનો) સંબંધ છે એમ મને લાગે છે. તેમને જ પોતાના ગુરૂ તરીકે જણાવે છે, કારણ કે ગુણરતસૂરિ, સોમસુન્દરસૂરિ અને કુલમંડનસૂરિનું વર્ણન કરીને તેના ૪૧૬મા શ્લોકમાં કથેલ છે કે આ ત્રણે ગુરૂ શ્રી દેવસુંદરનો આશ્રય લે છે; ૪૧૭મો શ્લોક તે ગુરૂનો પ્રશસ્તિશ્લોક છે; ૪૧૮મા શ્લોકમાં તેમના [એટલે દેવસુંદરસૂરિના] ગણરવાસધુમાં મુનીંદ્રરૂપી રત્નો છે' એમ કહી ૪૧૯મા શ્લોકમાં દેવશેખર ગણુનું વર્ણન આપી શ્લોક ૪૨૦ ને ૪૨૧માં ઉપર જણાવ્યા પ્રમાણે પોતાનું નામ ગર્વરહિતપણે દીનતાથી આપે છે. વળી આ ૪૨૧મા શ્લોકપરથી પોતાને વાચકપદ આપનાર પણ ધ્રુવસુંદરસૂરિ હોય તેમ જણાય છે. તે ગુર્વાવલીને અંતે પણ પોતે પોતાને તે સૂરિના વિનેય એટલે શિષ્ય જણાવે છે, અને તે જે વર્ષમાં રચાયેલી તે જ વર્ષમાં—સં. ૧૪૬૬માં—પોતાને ધર્મસાગરની પટ્ટાવલી પ્રમાણે ઉપાધ્યાય-વાચકપદ મળેલું. શુર્વાવલીમાં સં. ૧૪૨૪માં સ્વર્ગસ્થ થયેલા સોમતિલકસૂરિના ત્રણ મુખ્ય શિષ્યો ગણાવ્યાઃ—૧ ચંદ્રશેખરસૂરિ, ૨ જયાનન્તસૂરિ અને ૩ ઉક્ત દેવસુંદરસૂરિ. આ છેલ્લાનો ગુર્વાવલી અને ધ૦ ૫૦ પ્રમાણે જન્મ સં. ૧૩૯૬, જ્યારે સં. ૧૪૮૨નીજિનવ નકૃત તપોગચ્છ ગુર્વાવલી (કે જે મેં ‘ ભારતીય વિદ્યા’ પુ.૧ અંક ૨માં પ્રકટ કરાવી છે તે) પ્રમાણે સં. ૧૩૭, દીક્ષા સં. ૧૪૦૪ ( લઘુ મરૂદેશે) મહેશ્વર ગ્રામે, અને સૂરિપદ પાટણમાં (પલ્લીવાલ કુલના આશ્રેષ્ઠિના વંશજ સોની સિંહે કરેલા પદોત્સવપૂર્વક જયાનંદસૂરિની સાથે) સં. ૧૪૨૦ માં થયાં. પાટણમાં ગુંગડી સરોવરે જોગી ઉદાયીપાએ ઘણા લોક સમક્ષ તેમને પગે લાગી વંદન કર્યું ત્યારે તેમ કરવાનું લોકે કારણ પૂછતાં તે જોગીએ જણાવ્યું કે ગિરનાર પરના સુવર્ણસિદ્ધિ કરનારે ‘એ પુરૂષ યુગોત્તમ છે' એમ કહ્યું તેથી હું નમું છું; (જિનવનની ગુર્વાવલી). જ્યારે આપણો ગ્રંથકાર ગુર્વાવલીમાં શ્લોક ૩૦૬ થી કહે છે १. शिष्यस्तदीयोऽयमपीति मन्यते श्रीवाच केन्द्रेष्वगुणोऽपि मादृशः । ग्रहप्रभोः पुत्र इति ग्रहाबलौ न पूज्यते पङ्गरपीह किं शनिः ॥ ४२० ॥ अहो तेषां कराम्भोजवासानां सुप्रभावता जातो यैमें लिगैर्योग्योऽप्यहकं मुनिसुन्दरः ॥ ४२१ ॥ —ગુર્વાવલી. ग्रन्थका રવિ परिचय तत्कालीन जैनप्रवृत्ति. दीक्षागुरु देवसुंदर ના. ॥ ૭ ॥
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy