________________
તિહાં મોટો કીધો પ્રાસાદ, દેવ સ્વઉ મંડઈ વાદ, દીઠઈ મનિ આહાદ, માંડયા થંભ અનોપમ દીસઈ, કોરણિ દેખિ ભાવિક–મન હીંસઈ, પૂતલિઇ ચિત વિકસાઈ; શિખરબદ્ધ પ્રાસાદ નિપાયુ, કવિજન ઓપમાં મેરૂ કહાયો, અતિ ઉડો છઈ પાયો, આણંદ સુત જીવરાજ મેઘરાજ, શ્રીજિનધર્મ વધારી લાજ. ૧૦ સુવિહિત સાધુ તિહાંકિણિ આવઈ, મણિ મુગતાફલ વેગિ વધાવઈ, આણંદ મંગલ ગાવઈ, તિહાં અતિ મોટા મંડપ કીધા, સંઘ સહુનઈ ઉતારી દીધા, મુહુર્ત ભલી પરેિ લીધાં; પોઢા કેલવાઈ પકવાન, ભોજન કરાવઈ દેઈ બહુમાન, આઈ શ્રીફલપાન, વાજઈ ઢોલ નીસાણુ નફેરી, શંખનાદે સબ નાસઈ વયરી, ગાજઈ ભુગલ ભેરી. ૧૧ કેલિ થંભ આરોપ્યા મોટા, દૂરિ ના દુજન ખોટા, વાલી કઠિ લંગોટા, હય ગય રથ સિણગાર્યા વારુ, રથ સાબઇલા ન લહું પારુ, જૂઈ લોક હજાર; ભણસાલી આણંદ ઘર ઘરણી, તેહતણી છઈ અનુપમ કરણી, સાચી કુલઉદ્ધરણી,
ચાંપાં નાર્મિ અનુપમ નારિ, તસ નામિ મુનિસુવ્રત સાર, પ્રતિમા ભરાવી ઉદાર. ૧૨ ૧ પાઠાન્તર–સુંદર લવલેશ નઈ છોટા, જસ ફલ જાણે ગોટા. ;