________________
(a)-ક-૪-XeK4Ks2-22-2269)
સપ્રયન છે. અને તેમાં પોતાનો અનુભવ પણ ઉમેરાયો છે. તેઓ જેના સમાગમથી પરમ આનંદ પામ્યા હતા એવા આનંદઘનજી આધ્યાત્મિક
ઉચ્ચ શ્રેણીને પામેલા સંતપુરુષ હતા. તે સંતપુરુષે પ્રભુસેવા-પરમાત્મસ્વરૂપને ભજવાની પ્રથમ ભૂમિકા-પહેલું પગથિયું (૧) અભય એટલે ISIચચલ પરિણામરૂપી ભયનો ત્યાગ એટલે મનની અન્યમાં પ્રવર્તના તજી એકાગ્રતા-સ્વરૂપચિંતન (૨) અદ્વેષ એટલે અરોચક ભાવ રૂપી IA
ષિનો ત્યાગ કરી સ્વરૂપચંતવનાની રૂચિ (૩) અખેદ એટલે થાકી જવાની–અટકી જવાની પ્રવૃત્તિરૂપ ખેદનો ત્યાગ કરી સ્વરૂપચિંતનમાં | અવિરત પ્રવૃત્તિ-એ ત્રણ છે. ભય દ્વેષ અને ખેદ એ ત્રણ દોષ હોય તો અબોધ અર્થાત્ સ્વરૂપનું અજાણુપણું રહે છે. આ દોષો કયારે ટળે, કે જ્યારે ચરમાવર્ત-છેલ્લા પુદગલાવર્તન જેટલો સંસાર (કારણુ કે ચરમાવર્તાને સમ્યકત્વ સ્પર્શે છે), ચરમ કરણ-છેલું કરશું તે અપૂર્વકરણ, અને ભવપરિણતિનો પરિપાક ગત્યાગતિના અભાવની સ્થિતિ થાય ત્યારે; અને ત્યારે અભય, અદ્વેષ અને અખંદવાળો આત્મા થાય તો આત્મસ્વરૂપાનુયાયી જ્ઞાનરૂપી આંખ ઉઘડે, પ્રવચનવાણી એટલે શાસ્ત્રવચન પર શ્રદ્ધા થાય, પાપના ઘાતક એવા સાધુ-સદ્ગુરૂનો પરિચય–આસેવન | એટલે સત્સંગ થાય અને આત્મસ્વરૂપને એકલ્યાણકારી જે અશુદ્ધ શ્રદ્ધા તેના અભાવવાળું-સ્વરૂપાનુયાયી ચિત્ત થાય. એવા ચિત્તથી આધ્યાત્મિક શાસ્ત્રનું શ્રવણુ અને તેનું મનન, એટલે યુક્તિસહિત વિચારણા કરવાં ઘટે કે જેથી સમસ્ત નથી સમસ્ત પ્રકારે પરિશીલન થાય એટલે આત્મસ્વરૂપનું પરમાત્મસ્વરૂપ સાથે સરખાપણું જણાય-આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય. આ પરથી સમાનશે કે આત્મસ્વરૂપ-પ્રાપ્તિ માટેની | પ્રભુસેવા સુગમ નથી તે માટે અભય, અદ્વેષ, અને અમેદની ભૂમિકા તૈયાર કરવી ઘટે, પછી ચરમાવર્ત, ચરમ કરણુ, અને ભવપરિિ પાકની આત્માવસ્થા આવતાં શાસ્ત્રશ્રદ્ધ, સત્સંગ, અને ચિત્તશુદ્ધિથી અધ્યાત્મશાસ્ત્રનું શ્રવણ અને મનન કરવું કે જેથી આત્મસ્વરૂપ સમસ્તપણે પ્રાપ્ત થાય. આમ અધ્યાત્મશાસ્ત્રના શ્રવણુ મનન માટે યોગ્યતા પામવા શું શું આવશ્યક છે તે આનંદઘનજીએ સ્પષ્ટ સમજાવ્યું છે. (જુઓ આનંદઘનજીનું સંભવજિન સ્તવન). વર્તમાનકાળે રાગદ્વેષથી પરાધીનતા, દિવ્ય નયન-વિચારની ખામી, આગમ તત્વની વિચારણાનો અભાવ, વસ્તુસ્વરૂપના જ્ઞાતા ને વ્યાખ્યાતાની વિરલતા છે (અનન્તનાથ સ્તવ) જુદાં જુદાં દર્શનો પોતપોતાનું સ્થાપતાં જોવામાં આવે છે, શાસ્ત્રનો નયવાદ દુર્ગમ હોવાથી તે માટે આવશ્યક એવો ગુરૂગમ નથી, મનુષ્ય પોતાના મદમાં ચકચૂર છે, સ્વરૂપ પ્રાપ્તિની આડા વિઠ્યકારક