________________
પ્રી
થો ખ્યા ધનવિ. 70 જ
रादि
परिचय हेमाचार्या
दिनुं
वक्तव्य
ઉપસ્થ અને રૂપાતીત એવા ચાર ભેદ પાડી એ ચારે ધ્યાનનું વર્ણન કર્યું છે કે જે શુભચંદ્રાચાર્યના “જ્ઞાનાર્ણવ”માંના વર્ણનને મળતું છે. વળી, હયોગ, લયયોગ, મંત્રયોગ તથા રાજયોગ-એવા યોગના ચાર પ્રકાર બતાવી લયયોગ તથા રાજયોગ પર તેમણે ભાર મૂક્યો છે તથા તેમણે સ્વાનુભવથી મનના વિક્ષિપ્ત, યાતાયાત, લિષ્ટ અને સુલીન-એવા ચાર પ્રકારનું વર્ણન કરી પોતાની શક્તિનોં પરિચય આપ્યો છે. આની સાથે યોગસૂત્રના ભાષ્યકારે વર્ણવેલી ચિત્તની ક્ષિસ, મૂઢ, વિક્ષિસ, એકાગ્ર અને નિરૂદ્ધ—એ પાંચ ભૂમિકાઓ સરખાવવા જેવી છે. દિગંબરાચાર્ય પ્રભાચંદ્રના સમાધિશતકમાં આત્માની મુખ્ય ત્રણ અવસ્થા (૧) બહિરાત્મ-
મિથ્યાણિ (૨) અંતરાત્મ (૩) પરમાત્મ વહાવી છે. પહેલીમાં આત્માનું વાસ્તવિક વિશુદ્ધ રૂ૫ અત્યંત ઢંકાયેલું હોઈ આત્મા મિયાધ્યાસને વશ થઈ પૌગલિક વિલાસોને જ સર્વસ્વ માની Nિટી
છે. અને તેની પ્રાપ્તિ માટે બધી શક્તિ ખર્ચી નાંખે છે. બીજી અવસ્થામાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પૂર્ણ રીતે પ્રકટ તો નથી થતું, પરંતુ જાતના પરનું આવરણ ગાઢ ન રહેતાં શિથિલ ઉત્તરોત્તર થતું જાય છે ને પદગલિક વિલાસમાંથી હટીને શુદ્ધ સ્વરૂપ તરફ લાગી જાય છે. ISO |આના પરિણામે ત્રીજી અવસ્થા પ્રાપ્ત થાય છે. તે ત્રીજીમાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રકટ થઈ જાય છે, અર્થાત તેની ઉપરનાં ઘન આવરણો બિલકુલ નાશ પામી જાય છે.
- આ પછી કાલક્રમે આપણું આ ગ્રંથ આવે છે, પણ તેમાં તો અગાઉ કહ્યું તેમ ચિત્તશુદ્ધિ અને સામ્યભાવનું-અધ્યાત્મ પ્રાપ્ત કરવાની જપ્રથમ ભૂમિકાનું વિવરણુ છે.
શ્રી યશોવિજય ઉપાધ્યાય બસો વર્ષ પહેલાં થઈ ગયા. તેમણે કોઈ વિષય બાકી નથી રાખ્યો કે જેના પર પોતે શાસ્ત્રીય અને પ્રમાણુદંપરાસર ગ્રંથ લખ્યો ન હોય. અધ્યાત્મપર તેમની અધ્યાત્મસાર, જ્ઞાનસારના નામે અષ્ટકો, ઢાત્રિશિકામાંની કેટલીક કાત્રિશિકાઓ વગેરા
કૃતિઓમાં અને પોતાનાં પદોમાં પોતાનું ચિંતનીય વક્તવ્ય રજુ કર્યું છે. દિ. પ્રભાચંદ્રસૂરિના સમાધિશતક-સમાધિતંત્રનું પદ્યભાષાંતર કર્યું CIછે. અધ્યાત્મસાર એ બહુ સમન્વયવાળો અને ઘણી માહિતી આપનારો સરલ સુબોધ અને પથદર્શક બની માર્ગે ચડાવનાર ગ્રંથ છે. તેના |
યોગાધિકાર તથા ધ્યાનાધિકારમાં મુખ્યતઃ શ્રીભગવદગીતા તથા પાતંજલ યોગસૂત્રનો ઉપયોગ કરી જૈન પ્રક્રિયા સાથે તેનો સમન્વય કરવાનો
પર છે