________________
અભ્યાસની અનુકૂળતા વધે છે અને શુદ્ધ ચિત્તની વૃત્તિ થાય છે. (૩) જ્યારે ચિત્ત ફક્ત શુભ વિષયને જ અવલંબીને રહેલું હોય છે, અને તેથી તે સ્થિર દીપક જેવું પ્રકાશમાન હોઈ સૂમોધવાળું બની જાય છે ત્યારે તે ધ્યાન' કહેવાય છે. ધ્યાનથી દરેક કામમાં ચિત્ત આત્માધીન થાય છે, ભાવ નિશ્ચલ થાય છે અને કર્માદિ બંધનોનો વિચ્છેદ થાય છે. (૪) અજ્ઞાનને લીધે અનિષ્ટ રૂપે કપાયેલી વસ્તુઓમાંથી જ્યારે વિવેકને લીધે ઇષ્ટ અનિષ્ટપણાની ભાવના નષ્ટ થાય છે ત્યારે તેવી સ્થિતિ ‘સમતા’ કહેવાય છે. સમતાથી ઋદ્ધિની પ્રવર્ત્તના થતી નથી. સૂક્ષ્મ કર્મોનો નાશ થાય છે અને અપેક્ષા અંધહેતુ હોઈ તેના તન્તુનો વિચ્છેદ થાય છે. (૫) વાસનાના સંબંધથી ઉત્પન્ન થનારી વૃત્તિઓનો નિર્મૂળ નિરોધ કરવો તે વૃત્તિસંક્ષય. તે ઉક્ત ભાવના, ધ્યાન અને સમતા એ ત્રણ યોગના અભ્યાસથી આવે છે. આત્મા સાથે કર્મસંયોગ ન થાય એવી યોગ્યતાને પરમાર્થથી આ વૃત્તિસંક્ષય યોગશાસ્ત્રમાં વર્ણવેલ છે. (શ્લોક ૪૦૪). તેનું ફૂલ કેવલજ્ઞાન, શૈલેશી-સર્વસંવરરૂપ અવસ્થાનો સ્વીકાર અને સદા અય્યાધિત આનંદકારી મોક્ષની પ્રવૃત્તિ થાય છે. (યોગમિન્ટુ શ્લો. ૩૫૭ થી ૩૬૬) ‘યોગદર્શન’કાર શ્રી પતંજલિ આમાંથી પ્રથમની ચાર ભૂમિકાને ‘સંપ્રજ્ઞાત સમાધિ' કહે છે અને છેવટની ભૂમિકાને અસંપ્રજ્ઞાત સમાધિ' કહે છે (જુઓ યશોવિજયકૃત યોગભેદાન્ત્રશિકા)
વિશેષમાં એ જ ‘હરિભદ્રસૂરિએ પોતાની યોગવિશિકામાં અધ્યાત્મની પરિપકવ દશાનું વર્ણન કર્યું છે. યોગના અધિકારી ત્યાગી જ માન્યા છે. ત્યાગીથી ગૃહસ્થ તેમ જ સાધુની આવશ્યક ક્રિયાને યોગરૂપ બતાવી તે દ્વારા અધ્યાત્મિક વિકાસની ક્રમિક વૃદ્ધિ વર્ણવી છે. તેમણે વળી સ્થાન, શબ્દ, અર્થ, સાલેખન અને નિરાલંબન—એમ યોગની પાંચ ભૂમિકા બતાવી પહેલી એ ભૂમિકાને કર્મયોગ અને પાછલી ત્રણને જ્ઞાનયોગ તરીકે વર્ણવી છે. વળી દરેક ભૂમિકામાં ઇચ્છા, પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિદ્વારા આધ્યાત્મિક વિકાસની તરતમતા દેખાડી છેઃ અને છેવટ એ પ્રકારે આધ્યાત્મિક માર્ગના–અધ્યાત્મસોપાનના પગથિયાં વર્ણવ્યાં છે જેથી પ્રત્યેક યોગાભ્યાસી પોતાની મેળે વિચારી શકે કે તે ક્યા પગથિયાપર છે. (શ્રીમોહનલાલ ઝવેરીનું ‘અધ્યાત્મ’ પર વ્યાખ્યાન. પ્ર પર્યુષણ વ્યાખ્યાનમાળા વર્ષ ત્રીજું)
શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના યોગશાસ્ત્ર'માં શ્રીપાતંજલના કહેલા અષ્ટાંગયોગના યમનિયમ વગેરે આઠ અંગોમાં જૈન આચારનું વર્ણન કરી છેવટના સમાધિ પર્યંતના અંગોનું વિવરણ કર્યું, તે પૈકી ધ્યાનમાં-ધર્મધ્યાન, શુકલધ્યાન એ પ્રાચીન ભેદ ઉપરાંત પિંઠસ્થ, પદસ્થ,