________________
श्री अघ्या. થાવ. रत्न० वृत्ति,
॥ ૧૦ ॥
lo
‘લોકપંક્તિ’ (લોકરંજન) ખાતર હોય છે, તેથી તેવી પ્રવૃત્તિ ધર્મની કોટિમાં ગણવા યોગ્ય નથી. ધર્મખાતર ધર્મની પ્રવૃત્તિ ધાર્મિક કાળમાંજ શરૂ થાય છે અને તેથી તે બધી પ્રવૃત્તિ ‘યોગ' કહેવાય છે. મોક્ષ સાથે યોજન તે યોગ. તે યોગનો માર્ગ પ્રકારથી કહીએ તો અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય એ પાંચ પ્રકારથી યોગ છે અને તેની ઉત્તરોત્તર શ્રેષ્ઠતા છે. (શ્લોક ૩૧) અધ્યાત્મ સહેલાઇથી પ્રાપ્ત થતું નથી. તે જે ચરમ પુદ્ગલાવત્તમાં શુકલપાક્ષિક, ભિન્નગ્રંથી અને ચરિત્રી હોય, તેને પ્રાપ્ત થાય છે. (શ્લોક છર). ચરમપુદ્ગલાવત્તમાં એટલે જેના ઔદારિક વગણારૂપ પુદ્ગલના અનંત આવર્ત્તન છે તેવા સંસારભ્રમણમાં છેલ્લું પુદ્ગલાવત્ત જેનું બાકી હોય–સર્વ પુદ્ગલના ગ્રહણુનો ત્યાગ કરવામાં પ્રવૃત્તિ હોય તેવી સ્થિતિમાં (કે જેને સાંખ્ય પરિભાષામાં નિવૃત્તાધિકાર પ્રકૃતિ કહે છે. શ્લોક ૨૦૧), શુકલપાક્ષિક એટલે અર્ધ પુદ્ગલાવત્તથી ઓછું જેનું સંસારભ્રમણ બાકી હોય તેને, જે ભિન્નગ્રંથી હોય એટલે કે જેણે ‘અપૂર્વકરણરૂપી વજ પ્રહારથી ઘન રાગદ્વેષ-મોહ-પરિણામ વિદારિત કર્યાં છે તેને, અને જે ચરિત્રી હોય છે એટલે જે દેશથી કે સર્વતઃ સાવથ આચારથી નિવૃત્ત છે તેને અધ્યાત્મ પ્રાપ્ત થાય છે; બીજાને પ્રાપ્ત થતું નથી; કારણકે લાંખા કાળથી ભવ એટલે સંસારના સદ્ભાવને લઇને, અતિશય મલિનતા કે જેને લીધે ભવ્યત્વનો પરિપાક થતો નથી તેથી તથા અતત્ત્વના અભિનિવેશથી—વિપરીત વસ્તુસ્વભાવ વિષે અત્યંત આગ્રહ ધરવાથી તે અધ્યાત્મ પ્રાપ્ત થતું નથી (શ્લો ૭૩). યોગના અધ્યાત્માદિ ઉક્ત પાંચ પ્રકારની વ્યાખ્યા એ છે કેઃ——૧) જ્યારે થોડા કે ઘણા ત્યાગ સાથે શાસ્ત્રીય અને પરમાર્થ ભાવનારૂપ તત્ત્વચિંતન હોય છે અને મૈત્રી પ્રમોદ કા માધ્યસ્થ ભાવનાઓ (કે જેનું વિવરણ આ અધ્યાત્મકપદ્રુમ ગ્રંથમાં કરેલ છે તે) વિશેષ સિદ્ધ થઈ જાય છે ત્યારે તે સ્થિતિ ‘અધ્યાત્મ' કહેવાય છે. આ અધ્યાત્મથી જ્ઞાનાવરણાદિ કિલષ્ટ કર્મરૂપી પાપનો ક્ષય, સત્ત્ત-વીર્યનો ઉત્કર્ષ, શીલ એટલે ચિત્તસમાધિ, શુદ્ધ તેજ પેઠે શાશ્વતપણે જ્ઞાન એટલે વસ્તુનો અવબોધ, તથા અનુભવથી–સ્વસંવેદનથી સિદ્ધ થયેલ એવું, અતિ દારૂણ મોહરૂપી વિશ્વવિકારને નાશ કરનારૂં અમૃત પ્રાપ્ત થાય છે. મતાંતરે સ્વયોગ્યતાનું સમ્યક્ પર્યાલોચન, ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનમાં પ્રવર્તન, અને આત્મસંપેક્ષણ થાય છે. (૨) જ્યારે મન સમાધિપૂર્વક સતત અભ્યાસ કરવાથી કે || ૧૦ || અધ્યાત્મવર્ડ સવિશેષ પુષ્ટ થાય છે ત્યારે તે ભાવના' કહેવાય છે. ભાવનાથી કામક્રોધાદિગત અશુભ અભ્યાસ ઢળે છે, જ્ઞાનાદિવિષયક શુભ
ग्रन्थका
રવિ
परिचय
રમત
सूरिनुं
वक्तव्य