________________
આ ક્રમ અને વિકાસક્રમ બન્નેનો સમાવેશ કરેલ છે. (જુઓ તેમનો ગ્રંથ નામે યોગદૃષ્ટિસમુચ્ચય). અવિકાસકાળને તેઓ “ઓઘદૃષ્ટિના છે નામથી અને વિકાસક્રમને “સદ્દષ્ટિ' નામથી ઓળખાવે છે. સદ્દષ્ટિના મિત્રા, તારા, બેલા, દીઝા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા એવા આઠ વિભાગ કરે છે. આ આઠે વિભાગોમાં ઉત્તરોત્તર વિકાસનો ક્રમ વધતો જાય છે. પહેલી મિત્રા આદિ ચાર દૃષ્ટિઓમાં આધ્યાત્મિક વિકાસ હોય છે ખરો, પણ તેમાં કાંઈક અજ્ઞાન અને મોહનું પ્રાબલ્ય રહે છે; જ્યારે સ્થિરા આદિ પાછલી ચાર દૃષ્ટિઓમાં જ્ઞાન અને હિ નિર્મોહતાનું પ્રાબલ્ય વધતું જાય છે. (સાથે વાંચો યશોવિજયજીની ૨૧ થી ૨૪ એ ચાર દ્વાત્રિશિકા અને તેમની આઠ દૃષ્ટિની સજઝાય) બીજા પ્રકારના વર્ણનમાં તે આચાર્યો (જુઓ તેમનો ગ્રંથ યોગબિન્દુ) માત્ર આધ્યાત્મિક વિકાસના કમનું જ યોગરૂપે વર્ણન કર્યું છે. તે પહેલાંની સ્થિતિ વર્ણવી નથી. યોગના તેઓએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એવા પાંચ ભાગો કરેલા છે. આ બન્ને પ્રકારનાં વર્ણનો એ પ્રાચીન જૈન ગુણસ્થાનકના વિચારોનું નવીન પતિએ વર્ણન માત્ર છે. (જુઓ પુરાતત્વ ૧, પૃ. ૨૦૪ ભારતીય દિશનોમાં આધ્યાત્મિક વિકાસક્રમ’ એ પં. સુખલાલના લેખમાં “જૈનદર્શન”)
આપણા ધુરંધર શાસ્ત્રકાર ઉક્ત શ્રીમદ હરિભદ્રસૂરિ યોગબિન્દુમાં કહે છે કે “વાદો પ્રતિવાદોથી કે તેવા ગ્રંથોથી તત્વની સિદ્ધિપ્રાપ્તિ અર્થાત આત્મપ્રતીતિ થતી નથી, તે સિદ્ધિ માટે હેતુ એટલે ઉપાદાને કારણું ‘યોગ ” જ છે અને તેનો ઉપાય “અધ્યાત્મ છે.' (શ્લો. ૬૪ થી ૭૦),
યોગ એ હે જેનાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય એવો ધર્મવ્યાપાર અનાદિકાળચક્રમાં જ્યાં સુધી આત્માની પ્રવૃત્તિ સ્વરૂપથી પરામુખી હિોઈ લક્ષ્યભ્રષ્ટ હોય છે, ત્યાં સુધીની તેની બધી ક્રિયા શુભાશય વિનાની હોવાથી યોગની કોટિમાં આવતી નથી. જ્યારથી તેની પ્રવૃત્તિ
બદલાઈ સ્વરૂપની સન્મુખ થાય છે, ત્યારથી જ તેની ક્રિયામાં શુભાશયનું તત્ત્વ દાખલ થાય છે અને તેથી તેવો શુભાશયવાળો વ્યાપાર | ધર્મવ્યાપાર કહેવાય છે અને તે પરિણામે મોક્ષજનક હોઈ ‘યોગ” નામને પાત્ર બને છે. આ રીતે આત્માના અનાદિ સંસ્કારકાળના બે | ભાગ થઈ જાય છેઃ—એક અધાર્મિક અને બીજો ધાર્મિક. અધાર્મિક કાળમાં ધમની પ્રવૃત્તિ હોય, તો પણ તે ધર્મખાતર નથી હોતી, કેવળ