________________
શ્રી ગધ્યા. ધવિ. रत्न० वृत्ति.
॥ ૧ ॥
ગુણસ્થાનની કલ્પના મુખ્યતયા મોહનીય કર્મની વિરલતા અને ક્ષયને આધારે કરવામાં આવી છે. મોહનીય કર્મની મુખ્ય બે શક્તિઓ છે. પહેલી શક્તિનું કાર્ય આત્માના સમ્યકત્વ ગુણને આવૃત્ત કરવાનું છે. જેથી આત્મામાં તાત્ત્વિક રુચિ કે સત્ય દર્શન થવા પામતું નથી. બીજી શક્તિનું કાર્ય આત્માના ચારિત્ર ગુણને આવૃત્ત કરવાનું છે, જેથી આત્મા તાત્ત્વિક રુચિ કે સત્ય દર્શન થયા છતાં પણ તદનુસાર પ્રવૃત્તિ કરી સ્વરૂપલાભ કરી શકતો નથી. સમ્યકત્વની પ્રતિબંધક એવી મોહનીયની પ્રથમ શક્તિ ‘દર્શન મોહનીય', અને ચારિત્રની પ્રતિઅંધક એવી મોહનીયની ખીજી શક્તિ ચારિત્ર મોહનીય' કહેવાય છે. આ એમાં દર્શન-મોહનીય પ્રબળ છે, કારણ કે જ્યાં સુધી તેની વિરલતા કે ક્ષય ન થાય ત્યાં સુધી ચારિત્રમોહનીયનું મળ ઘટતું નથી. દર્શન મોહનીયનું બળ ઘટયું, એટલે ચારિત્રમોહનીય ક્રમે ક્રમે નિર્બળ થઇ છેવટે સર્વથા ક્ષીણ થવાનું જ. સમસ્ત કર્યાવરણોમાં પ્રધાનતમ અને અલવત્તમ મોહનીય જ છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી મોહનીયની શક્તિ તીવ્ર હોય ત્યાં સુધી અન્ય આવરણોનું બળ મંદ થતું જાય છે. આ જ કારણથી ગુણસ્થાનોની કલ્પના મોહનીય કર્મના તરતમ ભાવને આધારે કરવામાં આવી છે.) તે ચૌદ ગુણસ્થાનો આ પ્રમાણે: (૧) મિથ્યાદષ્ટિ (જીઓ સમવાયાંગ ૧૪મો સમવાય) (૨) સાસ્ત્રાદન (૩) સમ્યગ્ મિથ્યાદષ્ટિ (૪) અવિરત સમ્યગ્દષ્ટિ (૫) દેશવિરતિ (વિરતાવિરત) (૬) પ્રમત્તસંયત (૭) અપ્રમત્ત સંયત (૮) અપૂર્વકરણ (નિવૃત્તિ બાદર) (૯) અનિવૃત્તિ બાદર (૧૦) સૂક્ષ્મસંપરાય (૧૧) ઉપશાંત મોહ (૧૨) ક્ષીણમોહ (૧૩) સયોગ કેવલી (૧૪) અયોગ કેવલી, (આ માટે જુઓ હિંદીમાં પં. સુખલાલની પ્રસ્તાવના સહિત કર્મગ્રંથ ખીજે) પ્રથમ ગુણસ્થાન એ અધ્યાત્મિક અવિકાસકાળ છે, બીજા અને ત્રીજા એ બે ગુણુસ્થાનમાં વિકાસનું સહજ સ્ફુરણ હોય છે તેમાં પ્રમળતા અવિકાસની જ હોય છે. ચોથાથી વિકાસ ક્રમશઃ વધતાં વધતાં તે છેવટે ચૌદમા ગુણસ્થાને પૂર્ણ કલાએ પહોંચે છે અને ત્યાર બાદ મોક્ષ પ્રાપ્ત થાય છે. જૈન વિચારસરણીનું પૃથક્ કરણ એટલું જ કરી શકાય કે પહેલાં ત્રણ ગુણસ્થાનો એ અવિકાસકાળ છે, અને ચોથાથી ચૌદમા સુધીનાં ગુણસ્થાનો વિકાસ અને તેની વૃદ્ધિનો કાળ છે; ત્યારબાદ મોક્ષકાળ છે.
“આ પ્રાચીન જૈન વિચારને હરિભદ્ર સૂરિએ બીજીરીતે પણ વર્ણવ્યો છે. તેઓના વર્ણનમાં બે પ્રકાર છે: પહેલા પ્રકારમાં અવિકાસ
63030
અન્યા
रादिपरिचय
चौद
गुणस्थान
॥ ૪° ॥