________________
છે. કરે છે અને તેનું પરિણામ આવતું નથી. આપણા જીવનમાં વસ્તુતત્વ ન સમજી શકાય, યાત્રા આદિ અંગે જે જીવનવિકાસ થવો જોઈએ
તે ન થાય, ઉપવાસ આદિ તપશ્ચર્યાથી મળતી નિવૃત્તિનો સદુપયોગ કરવામાં ન આવે અને તે દ્વારા જીવનમાં કાંઈ વિશિષ્ટતા ન સધાય, તો તે બધી ધર્મક્રિયા રાતદિવસ કરવા છતાં તે રુક્ષ અને ઉદ્દેશશુન્ય બની જાય છે અને ખરો ધર્મ સધાતો નથી. આપણા ઉત્સવો અને હિ
ધાર્મિક ચર્ચામાં સમવૃત્તિ હતી ત્યાં સુધી શાંતિ અને આનંદ પણ હતાં, તેથી આત્માનો વિકાસ પણ સધાતો. જ્યારે તેવી સમવૃત્તિ નથી, થી હોતી ત્યારે સંઘર્ષણ થાય છે અને કલેશ આદિ ઉત્પન્ન થાય છે. ધર્મચર્ચા કે ધર્મશ્રવણું સામ્યપણે કરવામાં આવે તો અનેકાંતવાદ-અમૃત છે.
ગમે તેટલું વિષ હોય તો પણ તેને પચાવી દે છે, તેવી રીતે સામ્યવૃત્તિ પોતાની સામેનાં વિરોધી તત્ત્વોને સમભાવપણે પચાવી દે છે. તેવો ઉપયોગ કરવામાં આવે તો ધર્માભિમુખ થઈ શકાય; તેમ ન કરવામાં આવે તો પ્રથમ ભૂમિકામાં ૫ણું ન આવી શકે.”હી I(જેન તા. ૧-૧૦-૧૯૩૩)
આધ્યાત્મિક વિકાસ કેમ કરવી તે સમજાવવાનો હેતુ અધ્યાત્મશાસ્ત્રનો હોય છે. આપણું શાસ્ત્રોમાં તે વિકાસનો ક્રમ જજૂદી જૂદી ભૂમિકાથી અને જુદા પ્રકારે બતાવેલ છે તે જોઈએ:
જૈન સાહિત્યના પ્રાચીન ગ્રંથો જે આગમના નામથી ઓળખાય છે તેમાં સુદ્ધાં આધ્યાત્મિક વિકાસના કમ સંબંધી વિચારો વ્યવ-I સ્થિત રીતે મળી આવે છે. તેમાં આત્મિક સ્થિતિના ચૌદ વિભાગો કરવામાં આવ્યા છે કે જે “ગુણસ્થાન’ને નામે ઓળખાય છે. (‘ગુણ’ એટલે જ આમાની ચેતના, સમ્યકત્વ, ચારિત્ર, વીર્થ આદિ શક્તિઓ. “સ્થાન” એટલે તે શક્તિઓની શદ્ધતાની તરતમ ભાવવાળી અવસ્થાઓ. આત્માના સહેજ ગુણો વિવિધ આવરણોથી સંસારદશામાં આવૃત્ત હોય છે. જેમ જેમ આવરણોની વિરલતા કે ક્ષયનું પ્રમાણ વધતું જાય છે. તેમને તેમ તે સહજ ગુણો વિકાસ પામી પોતાના શુદ્ધસ્વરૂપે પ્રગટ થતા જાય છે. આવરણની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું વિશેષ તેટલી ગુણોની શુદ્ધિ વિશેષ અને આવરણોની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું ઓછું તેટલી ગુણીની શુદ્ધિ ઓછી. આ રીતે આત્મિક ગુણોની શુદ્ધિના પ્રકર્ષ કે અપકર્ષવાળા અસંખ્યાત પ્રકારો સંભવે છે, પણ સંક્ષેપમાં તેને ચૌદ ભાગમાં વહેચી નાખેલા છે, જે ગુણસ્થાન કહેવાય છે. આ
અ, ,